શોધખોળ કરો
Advertisement
કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થયા દાખલ
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને તેમની પુત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.
બેંગલુરુઃ દેશમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આમ આદમીથી લઈ રાજનેતા, સેલિબ્રિટી સહિતના લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. આજે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને પાર્ટીના કદ્દાવર નેતા ડીકે શિવકુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને બેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને તેમની પુત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.
શિવકુમારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્વિટ કરીને કહ્યું, તમારી શુભેચ્છા અને આશીર્વાદથી હું ઝડપથી સાજો થઈને ફરીશ. મારા સંપર્કમાં આવેલા લોકોને પૂરતી કાળજી લેવાની અપીલ કરું છું. શિવકુમારની ગણના કોંગ્રેસના સંકટમોચક તરીકે થાય છે.
સોમવારે શિવકુમારમાં ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને બે દિવસથી પીઠમાં પણ દુઃખાવો થતો હતો. શનિવારે શિવકુમારે ટ્વિટ કર્યુ હતું કે સ્વાસ્થ્ય સંબંધી કારણોથી રાજ્યના અનેક પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત સ્થગિત કરી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં આજે કોરોનાના નવા 60,971 કેસ નોંધાયા હતા અને 848 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,67,324 પર પહોંચી છે, જેમાંથી 7,04,348 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 24,04,585 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 58,390 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion