શોધખોળ કરો
Advertisement
ભારતમાં ક્યાં સુધીમાં કોરોના પર કન્ટ્રૉલ આવી જશે ને ક્યારે આવશે દવા, -આ અંગે સરકારે કર્યો મોટો ખુલાસો
ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યુ કે ભારતમાં દિવાળી સુધી કૉવિડ-19 મહામારી પર મોટાભાગે કન્ટ્રૉલ લાવવામાં સફળ થઇ જઇશું. હર્વર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના ફેલાવવાને અટકાવી શકીશું
બેગ્લુંરુઃ ભારતમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો અને કોરોનાની દવાને લઇને મોટો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યુ કે ભારતમાં દિવાળી સુધી કૉવિડ-19 મહામારી પર મોટાભાગે કન્ટ્રૉલ લાવવામાં સફળ થઇ જઇશું. હર્વર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનાઓમાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના ફેલાવવાને અટકાવી શકીશું.
અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ વેબ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડૉક્ટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડૉક્ટર સી એન મંજૂનાથ જેવા વિશેજ્ઞણ આ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડાક સમય બાદ ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ આ માત્ર સ્થાનિક સમસ્યા બનીને રહી જશે.
હર્ષવર્ધને કહ્યું કે, આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની વેક્સિન ડેવલપ કરી લેવામાં આવશે, જેની અમને પુરેપુરી આશા છે. તેમને કહ્યું કે, વાયરસથી આપણે શીખ મળી છે, હવે કંઇક નવુ થશે, બધાએ જીવનશૈલીને લઇને સાવધાન અને સજાગ રહેવુ પડશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી ભારતમાં ઝડપથી પ્રસરી રહી છે, અને મોતના મામલે ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ બની ગયો છે. આ પહેલા ત્રીજા નંબરે મેક્સિકો હતો, ભારતમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 63,498 પહોંચી ચૂકી છે, જ્યારે મેક્સિકોમાં આ આંકડો 63,146 છે. ખાસ વાત મોતના મામલે અમેરિકા સૌથી ટૉપ પર છે, અમેરિકામાં 1 લાખ 86 હજાર 855 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement