મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઇ, ડ્રગ્સ માફિયા સાથે સંબંધોને લઇને દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિકના આમને સામને આરોપો, જાણો
આ પહેલા નવાબ મલિકે આરોપો લગાવતા કહ્યું હતુ કે, ડ્રગ્સ પેડલરના બીજેપી નેતા સાથે સંબંધ છે.
![મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઇ, ડ્રગ્સ માફિયા સાથે સંબંધોને લઇને દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિકના આમને સામને આરોપો, જાણો Drug peddler : Maharashtra Allegations Politics : big reactions between nawab malik and devendra fadnavis મહારાષ્ટ્રમાં રાજનીતિ ગરમાઇ, ડ્રગ્સ માફિયા સાથે સંબંધોને લઇને દેવેન્દ્ર ફડણવીસ અને નવાબ મલિકના આમને સામને આરોપો, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/08461358dbdd8ed96bed20515e844921_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Kadam on Nawab Malik: મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે સોમવારે પ્રેસ કૉન્ફરન્સ કરતા કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન તાક્યુ, અને ગંભીર આરોપો લગાવ્યા. મલિકે આરોપ લગાવતા કહ્યું કે, મુંબઇ, મહારાષ્ટ્ર અને ગોવામાં ડ્રગ્સનો વેપાર દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં કરવામાં આવી રહ્યો છે. આ પછી હવે દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રેસ કૉન્ફરન્સ કરીને પલટવાર કર્યો હતો. ફડણવીસે કહ્યું કે, નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે, આ સબૂતો મીડિયાને આપીશ.
આ પહેલા નવાબ મલિકે આરોપો લગાવતા કહ્યું હતુ કે, ડ્રગ્સ પેડલરના બીજેપી નેતા સાથે સંબંધ છે. તેમને કહ્યું કે આખા મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના ઇશારે જ ડ્રગ્સને ગોરખધંધો ચાલી રહ્યો છે. આની સાથે જ મલિકે પુછ્યુ કે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે ખુદ સમીર વાનખેડેના પરિવારને મળ્યા, તેમને કહ્યું કે આરોપીનુ સમર્થન કરવુ દુર્ભાગ્યપૂર્ણ છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર લગાવાયેલા આરોપોને લઇને બીજેપી તરફથી પલટવાર કરવામાં આવ્યો છે. બીજેપી ધારાસભ્ય રામ કદમે કહ્યું કે, નવાબ મલિકને પડકાર આપતા કહ્યું કે, જો હિંમત છે તો ખુદના જમાઇ અને પ્રભાકરનો નાર્કો ટેસ્ટ કરાવો, સાથે જ રામ કદમે ઉદ્વવ સરકારને પણ ઘેરી અને પુછ્યુ કે મહારાષ્ટ્ર સરકાર ડ્રગ્સ માફિયાઓનુ સમર્થન કેમ કરી રહી છે?
રામ કદમે કહ્યું કે, પોતાનો અપરાધી ચહેરો છુપાવવા માટે પહેલા સમીર વાનખેડેના પરિવારને ઢસેડ્યો. આ પછી પણ તેમનો અપરાધી ચહેરો છુપાવી ના શકાયો તો તેમને રાજનીતિક મજબૂરીના કારણે દેવેન્દ્ર ફડણવીસ અને તેના પરિવારને ઢસેડી રહ્યાં છે. રામ કદમે કહ્યું કે સારુ હોત કે તે ખુદ આ વાત કહેતા કે અમે અમારા જમાઇનો નાર્કો ટેસ્ટ કરવવા માટે તૈયાર છીએ. પ્રભાકર, જેને લોકો દુનિયાની સામે લઇને આવ્યા તેમનો નાર્કો કરાવવા તૈયાર છે, તો કદાચ લોકો માનતા.
ફડણવીસ બોલ્યા- નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ
નવાબ મલિકના આરોપો પર દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કરતા કહ્યું કે, નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ છે. આના સબૂત મીડિયાને આપીશ. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - નવાબ મલિકના આરોપો હાસ્યાસ્પદ છે. રિવર એન્થમ માટે જે ટીમ આવી હતી જતે ક્રિએટીવ ટીમના એક સભ્યએ તસવીરો ખેંચાવી. 4 વર્ષ પહેલાનો ફોટો છે. તે વ્યક્તિનો મારી સાથે પણ ફોટા છે. જાણી જોઇને મારી પત્ની સાથેનો ફોટો ટ્વીટ કર્યો છે. જો કોઇની સાથે ફોટા ખેંચાવવાથી ડ્રગ્સ માફિયા હોય છે તો જેનો જમાઇ ડ્રગ્સની સાથે પકડાઇ ગયો તે શું છે, તેમની પાર્ટી શું છે. અત્યારે તમને દિવાળી પહેલા લંવીલ બૉમ્બ સળગાવ્યો છે, દિવાળી બાદ હુ મોટો બૉમ્બ ફોડીશ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)