શોધખોળ કરો
Advertisement
ગંગોત્રી ધામમાં 15 ઓગસ્ટ સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે
ગંગોત્રી મંદિર સમિતિ દ્વારા જિલ્લા અધિકારી ડો. આશીષ ચૌહાને આ અંગે પત્ર મોકલી દેવામાં આવ્યો છે.
દેહરાદૂનઃ કોરોના સંક્રમણને રોકવા ઉત્તરાખંડમાં આવેલા જાણીતા મંદિર ગંગોત્રી ધામના પુરોહિત, સાધુ-સંત અને સ્થાનિક નિવાસીઓ દ્વારા 15 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવાનો ફેંસલો કર્યો છે. જે અંતર્ગત બહારના કોઈ વ્યક્તિને પ્રવેશ નહીં આપવામાં આવે.
ગંગોત્રી મંદિર સમિતિ દ્વારા જિલ્લા અધિકારી ડો. આશીષ ચૌહાને આ અંગે પત્ર મોકલી દેવામાં આવ્યો છે. ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સોમવાલે કહ્યું, ઉત્તરકાશી જિલ્લા સહિત રાજ્ય અને દેશમાં જે રીતે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે ચિંતાનજક છે. તીર્થ પુરોહિત, સાધુ સંત અન સ્થાનિક નિવાસીઓ દ્વારા આને લઈ ઊંડું ચિંતન કરવામાં આવ્યું. જે બાદ આજથી 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
મંદિરમાં થનારી દૈનિક પૂજામાં માત્ર મર્યાદિત સંખ્યામાં પુરોહિતો સામેલ થશે. તેમણે કહ્યું, કોરોના સંક્રમણને રોકવા સરકારે જે રીતે અમરનાથ યાત્રા અને કાવડ યાત્રાને સ્થગિત કરી તેવી રીતે ચારધામ યાત્રાને પણ સ્થગિત કરી દેવી જોઈતી હતી.
ઉત્તરાખંડમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2797 છે. જ્યારે 70 લોકોના મોત થયા છે. રાજ્યમાં 3720 કોરોના મુક્ત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement