શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મિઝોરમમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, 4.3ની હતી તીવ્રતા
આજે મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના જાન-માલની નુકશાનીના સમાચાર નથી.
નવી દિલ્હી: એક તરફ કોરોનાની માર તો બીજી તરફ લોકોને ભૂકંપનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આજે મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 હતી. આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના જાન-માલની નુકશાનીના સમાચાર નથી.
મિઝોરમના ચમ્પાઈ જિલ્લામાં ગુરૂવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકા આવ્યા હતાં. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપના આંચકા બપોરે લગભગ બે કલાકને 28 મીનિટે આવ્યા હતો. જેનું કેન્દ્ર ચમ્પાઈથી 23 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું.
આ પહેલા રવિવારે મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંકઈથી 25 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા 4.6 હતી.
જણાવી દઈએ કે, લગભગ ચાર મહિનાથી દેશના અલગ અલગ ભાગોમાં મધ્યમથી ભારે ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી, એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, મિઝોરમ, ઓડિશા, છત્તીસગઢ, જેવા રાજ્યોમાં ભૂકંપ આવ્યો છે. જેને લઈ લોકોમાં પણ ડરનો માહોલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion