Earthquake Today: મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, 10 મિનિટની અંદર બે વખત આવ્યો ભૂકંપ
Earthquake Today: મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી, જ્યારે ઉત્તર-પૂર્વમાં અરુણાચલમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 હતી
Earthquake in Arunachal Pradesh: મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશ ગુરુવારે (21 માર્ચ) સવારે ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કહ્યું હતું કે દેશના પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી, જ્યારે ઉત્તર-પૂર્વમાં અરુણાચલમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.7 હતી. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
An earthquake of magnitude 3.4 on the Richter Scale hit East Kameng, Arunachal Pradesh, at 3:40 am today: National Center for Seismology pic.twitter.com/L41e3XRa5z
— ANI (@ANI) March 20, 2024
મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરુવારે એક પછી એક ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ આંચકા લગભગ 10 મિનિટના અંતરે નોંધાયા હતા.
હિંગોલીમાં સવારે 6.08 કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. ભૂકંપનો બીજો આંચકો સવારે 6.19 કલાકે નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી.
An earthquake of magnitude 3.7 on the Richter Scale hit West Kameng, Arunachal Pradesh at 1:49 am today: National Center for Seismology pic.twitter.com/GzE66ZIetW
— ANI (@ANI) March 20, 2024
નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્રના હિંગોલીમાં 10 કિમીની ઊંડાઈએ હતું. સવારે 6.08 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. 4 થી 4.9 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવા ધરતીકંપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં જે ભૂકંપ આવ્યો તે હળવી તીવ્રતાનો હતો, પરંતુ તેના કારણે લોકોના મનમાં ચોક્કસપણે ભય પેદા થયો. આંચકા અનુભવતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા.
Earthquake of Magnitude:4.5, Occurred on 21-03-2024, 06:08:30 IST, Lat: 19.48 & Long: 77.30, Depth: 10 Km ,Location: Hingoli,Maharashtra India for more information Download the BhooKamp App https://t.co/mVjsnXox1P @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/3JWMHeTgda
— National Center for Seismology (@NCS_Earthquake) March 21, 2024
બે કલાકમાં બે ભૂકંપના આંચકાથી અરુણાચલ પ્રદેશ હચમચી ગયું
સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો અરુણાચલ પ્રદેશમાં નોંધાયો હતો. દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યમાં થોડા કલાકોના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ગુરુવારે સવારે 1.49 કલાકે પહેલો આંચકો નોંધાયો હતો. રાજ્યના પશ્ચિમ કામેંગમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.