શોધખોળ કરો

Nawab Malik ED Custody : PMLA કોર્ટમાં નવાબ મલિકને ન મળી રાહત, આ તારીખ સુધી રહેશે EDની કસ્ટડીમાં

Nawab Malik ED Custody: વિશેષ PMLA કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને ઝટકો આપ્યો છે. કોર્ટે નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે.

Nawab Malik ED Custody:  મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. વિશેષ અદાલતે નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ ED દ્વારા દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સ્પેશિયલ કોર્ટે તેને 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. EDમાં તેમની કસ્ટડી આજે પૂરી થવાની હતી. પરંતુ કોર્ટે નવાબ મલિકની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે.

ED વતી અનિલ સિંહે દલીલો કરી હતી, જ્યારે નવાબ મલિક વતી અમિત દેસાઈ અને તારક સૈયદે દલીલો કરી હતી. વિશેષ અદાલતમાં સુનાવણી શરૂ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહે કહ્યું કે ED કસ્ટડીમાં નવાબ મલિકની ખરાબ તબિયતને કારણે તેમને થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જેના કારણે સંપૂર્ણ પૂછપરછ થઈ શકી ન હતી.  ED પાસે નવાબ મલિકના 6 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

EDએ 6 દિવસની કસ્ટડી માંગી હતી 
કોર્ટમાં અનિલ સિંહે કહ્યું, 'અમે હસીના પારકરના પુત્રનું નિવેદન કોર્ટમાં આપ્યું છે, તે સિવાય જેલમાં રહેલા આરોપીનું નિવેદન પણ કોર્ટને સોંપવામાં આવ્યું છે. અમે અત્યારે આ માહિતી દરેકને જણાવી શકતા નથી. મની લોન્ડરિંગ કેસમાં અનેક લોકોની પૂછપરછની સાથે ટ્રાન્ઝેક્શનની માહિતી અને તપાસ કરવાની છે. કોણ-કોણ લોકો સંડોવાયેલા છે, મૂળ માલિકને કેટલાક પૈસા આપવામાં આવ્યા નથી, આવા અનેક મુદ્દાઓ છે. નાદુરસ્ત તબિયતના કારણે સમગ્ર તપાસ થઈ શકી ન હતી, જે નવી માહિતી સામે આવી છે તેની તપાસ કરવાની છે. તેથી 6 દિવસની કસ્ટડીની જરૂર છે.

ગયા અઠવાડિયે થઇ હતી ધરપકડ
નવાબ મલિકની ગયા અઠવાડિયે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે તેમને આઠ દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં હતા. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ ગયા અઠવાડિયે બુધવારે સવારે 6 વાગ્યે NCP નેતા મલિકના ઘરે પહોંચ્યા, જ્યાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. આ પછી તેને ED ઓફિસમાં લાવવામાં આવ્યાં અને લાંબી પૂછપરછ ચાલી. પૂછપરછ બાદ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

દાઉદના ભાઈ કાસકરની પણ ધરપકડ 
મુંબઈ અંડરવર્લ્ડ, ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીઓની ગતિવિધિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ બાદ ઈડી દ્વારા મલિકની ધરપકડ કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ નવાબ મલિકની  દાઉદ સાથે તેના કથિત વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તેના સહયોગીઓ અને તેની સાથે જમીનના સોદા કરે છે. EDનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન નવાબ મલિક સહકાર આપી રહ્યાં ન હતા. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિક દ્વારા ખરીદેલી પ્રોપર્ટી સાથે જોડાયેલા કેટલાક પુરાવા તપાસ દરમિયાન સામે આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Embed widget