શોધખોળ કરો
Advertisement
ફ્રાન્સમાં ભાગેડુ વિજય માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી ઈડીએ કરી જપ્ત
ઈડીએ કહ્યું કે, વિજય માલ્યાની 14 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રાન્સમાં એન્ટી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી છે.
નવી દિલ્હી: ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાની 1.6 મિલિયન યૂરોની પ્રોપર્ટી (પ્રવર્તન નિદેશાલય) ઈડીએ ફ્રાન્સમાં જપ્ત કરી લીધી છે. ઈડીએ કહ્યું કે, વિજય માલ્યાની 14 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રાન્સમાં એન્ટી મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કિંગફિશર એરલાઈન્સ લિમિટેડના માલિક અને ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યા ભારતમાંથી ફરાર છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, સંપત્તિના નિર્માણ માટે કિંગફિશર એરલાઈન્સ લિમિટેડના બેંક ખાતામાંથી એક મોટી રકમ વિદેશ મોકલવામાં આવી હતી.
જાન્યુઆરી 2019માં મની લોન્ડ્રિંગ એક્ટ(PMLA) અંતર્ગત વિજય માલ્યાને કોર્ટે ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો. તે માર્ચ 2016 થી બ્રિટનમાં રહે છે. ભારત સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ કરવાના પ્રયાસમાં લાગેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement