કોલસા કૌભાંડ મામલે EDએ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક અને તેની પત્નીને સમન્સ મોકલ્યું
કોલસા કૌભાંડ મામલામાં પૂછપરછ માટે તૃણમુલ કોગ્રેસના સાંસદ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ઇડીએ સમન્સ પાઠવ્યું છે.
કોલકત્તાઃ કોલસા કૌભાંડ મામલામાં પૂછપરછ માટે તૃણમુલ કોગ્રેસના સાંસદ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ઇડીએ સમન્સ પાઠવ્યું છે. આ મામલામાં ઇડીએ અભિષેક અને તેમની પત્નીને સમન મોકલ્યું છે. બંન્નેને 6 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
અભિષેક બેનર્જી અને તેમની પત્ની રૂજિરા પર આરોપ છે કે બંન્નેએ પોતાની કંપનીઓની ખાતામાં એવા લોકો પાસે પૈસા ટ્રાન્સફર કરાવ્યા છે. જેમનો સંબંધ કોલસા કૌભાંડ સાથે છે. અભિષેકના પિતા અમિત બેનર્જી પણ તેમાંથી એક કંપનીના નિર્દેશક છે. આરોપ છે કે પૈસા લેવાના આધાર પર આ કંપનીઓ પાસે નકલી એગ્રીમેન્ટ લેવામાં આવ્યું હતું.
રૂજિરા અને અભિષેક બંન્નેએ પોતાની બેન્કિંગ ટ્રાજેક્શન ડિટેઇલ્સ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રૂજિરા બેનર્જીની કંપની LLPના ફાઇનાન્સિલ ટ્રાજેક્શન શંકાના ઘેરામાં છે. અભિષેક બેનર્જીએ આ કંપનીને પોતાની માતાના નામે રજિસ્ટર કરી હતી. બંગાળના સીઆઈડી એડીજી જ્ઞાનવંત સિંહ અને મમતાના ભત્રીજા અભિષેકના વકીલ સંજય બાસુને પણ સમન મોકલવામાં આવ્યુ છે. ઇડીને જાણવા મળ્યું છે કે અભિષેક બેનરજી અને તેમના પરિવાર દ્વારા સંચાલિત બે કંપનીઓ લીપ્સ એન્ડ એ બાઉન્ડ પ્રાઈવેટ લિમિટેડ તથા લીપ્સ એન્ડ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસ એલએલપીએ લગભગ 4.37 કરોડ રુપિયાના પ્રોટેકશન ફંડ તરીકે મળ્યા હતા. આ પૈસા એક કન્ટ્રક્શન કંપની દ્વારા એ આરોપીઓએ આપ્યા હતા કે જેમની સામે કોલસા કૌભાંડમાં તપાસ ચાલી રહી છે.
ઇડીએ દાવો કર્યો હતો કે તપાસમાં એ વાત સામે આવી હતી કે કોલસા કૌભાંડ મામલામાં મુખ્ય આરોપી અનૂપ માંજીએ એક વ્યક્તિના હાથે ધરપકડ કરાયેલા પોલીસ ઓફિસર અશોક મિશ્રાને માર્ચ 2020થી પૈસા આપવાનું કહ્યું હતું. માર્ચ 2020થી કથિત રીતે દરરોજ કરોડો રૂપિયા અશોક મિશ્રા સુધી પહોંચાડવામાં આવતા હતા. બાદમાં અશોક મિશ્રાએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અધિકારીઓના મતે અશોક મિશ્રાએ અનેકવાર રૂપિયાની ડિલિવરી પોતે લીધી હતી તો ક્યારેક અન્ય લોકો પણ લેવા પહોંચ્યા હતા.