શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં EDએ આતંકીઓની છ સંપત્તિ જપ્ત કરી, સૈયદ સલાઉદ્દીન સાથે છે સંબંધ
ઇડીએ કહ્યું કે, આ સંપત્તિઓ ત્રણ જિલ્લા અનંતનાગ, બાંદીપોરા અને બારામુલ્લામાં સ્થિત છે
કાશ્મીરઃ ઇડીએ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમની છ સંપત્તિઓ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ ગુરુવારે કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદી અને વૈશ્વિક રીતે પ્રતિબંધિત જૂથ હિઝબુલ મુઝાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીન વિરુદ્ધ આતંકી ફંડિગ મામલામાં આતંકવાદીઓ સંબંધિત છ સંપત્તિઓ જપ્ત કરી છે. ઇડીએ આ વર્ષે માર્ચમાં પીએમએલએ હેઠળ 13 આ પ્રકારની સંપત્તિઓ જપ્ત કરી હતી. ઇડીએ કહ્યું કે, આ સંપત્તિઓ ત્રણ જિલ્લા અનંતનાગ, બાંદીપોરા અને બારામુલ્લામાં સ્થિત છે.
આ સંપત્તિઓ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી મોહમ્મદ શફી શાહ, તાલિબ લાલી. ગાઝી નબી ખાન, ઝફર હુસેન ભટ્ટ, અબ્દુલ મઝીદ સોફી. નઝીર, અહમદ ડાર અને મંજૂર અહમદ ડારના નામે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇડીએ કહ્યું હતું કે, 13 સંપત્તિઓની કુલ કિંમત 1.22 કરોડ રૂપિયા છે અને જે લોકોએ તેને રાખી હતી તેઓ કથિત રીતે આતંકી સંગઠન માટે કામ કર્યું હતું. અધિકારીઓ કહ્યું કે, બાકીની સંપત્તિઓને જલદી જપ્ત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement