શોધખોળ કરો

EDની મોટી કાર્યવાહી, BSPના પૂર્વ MLC મોહમ્મદ ઈકબાલની 4,440 કરોડની સંપત્તિ કરી જપ્ત

Mohammed Iqbal News: બસપા સરકારમાં બહુ ચર્ચિત ખાંડ મિલ ગોટાળામાં ઈડી ઈકબાલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ મામલે 2021માં પૂર્વ એમએલસીની 1097 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચુકી છે.

Former BSP MLC Mohammed Iqbal:  સહારાનપુરમાં થયેલા ગેરકાયદે ખનન મામેલ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ બસપાના પૂર્વ એમએલસી મોહમ્મદ ઈકબાલની ગ્લોકલ યુનિવર્સિટીની (Glocal University) 121 એકર જમીન તથા તમામ ભવનો જપ્ત કર્યા છે. બસપાના પૂર્વ એમએલસી મોહમ્મદ ઈકબાલની જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કિંમત 4,440 કરોડ રૂપિયા(Prevention of Money Laundering Act PMLA) છે. સીબીઆઈ તથા અન્ય એજન્સીઓ પણ બસપાના પૂર્વ એમએલસી મોહમ્મદ ઈકબાલ સામે તપાસ કરી રહી છે. બસપા સરકારમાં બહુ ચર્ચિત ખાંડ મિલ ગોટાળામાં ઈડી ઈકબાલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ મામલે 2021માં પૂર્વ એમએલસીની 1097 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચુકી છે. 

ઈડીએ નોટિસ ફટકારી

આ અંગે ઈડીએ તેમના નિવેદનમાં જણાવ્યું, મોહમ્મદ ઈકબાલે વર્ષ 2010 થી 2012 સુધી સહારનપુર તથા તેની આસપાસ ગેરકાયદે ખનનથી 5000 કરોડથી વધુ રૂપિયા એકત્ર કર્યા હતા. બાદમાં આ રકમને ગ્લોકલ યુનિવર્સિટીમાં ઈન્વેસ્ટ કર્યા હતા. અબ્દુલ વહીદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના  (Abdul Waheed Educational and Charitable Trust) માધ્યમથી મોહમ્મદ ઈકબાલે આ જમીન ખરીદી હતી અને તેના પર યુનિવર્સિટીનું નિર્માણ કર્યુ હતું.

ફરાર છે મોહમ્મદ ઈકબાલ

ઈડીના અધિકારીઓ અનુસાર, મોહમ્મદ ઈકબાલ હાલ ફરાર છે અને તે દુબઈ ભાગ્યાની આશંકા છે. તેના ચાર પુત્ર તથા ભાઈ અલગ અલગ મામલામાં જેલમાં બંધ છે. ઈડી મુજબ, ઈકબાલ જ અબ્દુલ વહીદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો ચેરમેન હતો અને તમામ ટ્રસ્ટી ઈકબાલના પરિવારના હતા. 10 વર્ષ પહેલા સીબીઆઈએ આ મામલે તપાસ શરૂ કરી હતી.

જે બાદ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ગેરકાયદે ખનન મામલે પટ્ટા ધારક મહમૂદ અલી, દિલશાદ, મુહમ્મદ ઈનામ, મહબૂબ આલમ, નસીમ અહમદ, અમિત જૈન, નરેન્દ્ર કુમાર જૈન, વિકાસ અગ્રવાલ, મુહમ્મદ ઈકબાલનો પુત્ર મુહમ્મદ વાજિદ, મુકેશ જૈન, પુનીત જૈનને આરોપી બનાવાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની

Embed widget