શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાની છ બેઠકો પર 5 જૂલાઇના રોજ મતદાન, BJP ગુમાવી શકે છે એક બેઠક
આ તમામ બેઠકો પર પાંચ જૂલાઇના રોજ પેટાચૂંટણી થશે. આ છ બેઠકોમાં એક બિહાર,બે ગુજરાતની અને ત્રણ ઓડિશાની બેઠકનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ રાજ્યસભાની છ બેઠકો પર પેટાચૂંટણી થશે. લોકસભા ચૂંટણીના કારણે ખાલી પડેલી રાજ્યસભાની છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પાંચ જૂલાઇના રોજ પેટાચૂંટણી થશે. આ છ બેઠકોમાં એક બિહાર,બે ગુજરાતની અને ત્રણ ઓડિશાની બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં રાજ્યસભાની બંન્ને બેઠકોમાંથી ભાજપ એક બેઠક ગુમાવે તેવી સંભાવના છે.
બિહારથી રવિશંકર પ્રસાદ, ગુજરાતથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની અને ઓડિશામાંથી અચ્યુત સામંત, પ્રતાપ કેસરી દેવ અને સૌમ્યરંજન પટનાયકે રાજીનામું આપ્યુ હતું. આ તમામ બેઠકો પર 25 જૂનના રોજ નામાંકન દાખલ થશે.જ્યારે આ તમામ બેઠકો પર પાંચ જૂલાઇના રોજ સવારે 9 વાગ્યાથી લઇને સાંજે ચાર વાગ્યા સુધી સંબંધિત વિધાનસભામાં થશે. કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદ બિહારથી રાજ્યસભાના સાંસદ હતા. તેઓ લોકસભા ચૂંટણીમાં પટના સાહિબથી ચૂંટણી જીત્યા હોવાના કારણે બેઠક ખાલી પડી હતી. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હોવાના કારણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યુ હતું.Election Commission: By-elections to be held for six vacant seats of Bihar, Odisha and Gujarat on 5th July 2019. pic.twitter.com/syj7pAYv7a
— ANI (@ANI) June 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement