શોધખોળ કરો

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Jharkhand Election 2024: સોશિયલ મીડિયા પર ભાજપ ઝારખંડ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર ચૂંટણી પંચે સંજ્ઞાન લઈને તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપ્યા છે.

Jharkhand Election 2024: કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની ફરિયાદ પર ઝારખંડ ચૂંટણી કમિશનરને નિર્દેશ આપ્યો કે તેઓ રાજ્ય ભાજપની સોશિયલ મીડિયા ટીમના એક્સ અને ફેસબુક પેજ પર મૂકવામાં આવેલી જાહેરાત પર કાર્યવાહીના નિર્દેશો જારી કરે.

ભાજપની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું "સમગ્ર ઝારખંડની કાયાપલટ કરી દઈશું." કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું કે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની ફરિયાદ જોયા બાદ ચૂંટણી પંચે જોયું કે પ્રારંભિક રીતે ઝારખંડ ભાજપ દ્વારા જારી કરવામાં આવેલી આ જાહેરાત આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

ચૂંટણી પંચે જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી કમિશનરને કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જાણ કરે કે આ એડને હટાવવામાં આવે. સાથે જ રાજ્ય ભાજપને નિર્દેશ આપે કે આ એડને જ્યાં પણ જારી કરવામાં આવી છે તેને તાત્કાલિક હટાવવામાં આવે.

ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભાજપની ઝારખંડ યુનિટ પર સોશિયલ મીડિયા પર "ખોટી અને ગેરમાર્ગે દોરતી" માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ સંબંધમાં ફોજદારી કેસ નોંધાયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આવા "વિભાજનકારી" અભિયાનમાં સામેલ છે.

કેસ નોંધાયા છતાં ભાજપે પોસ્ટ નથી હટાવી

જયરામ રમેશે 'એક્સ' પર એક પોસ્ટમાં ફરિયાદ શેર કરતા કહ્યું કે આ પાર્ટીના અધિકૃત ફેસબુક અને 'એક્સ' હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલી "ભાજપની ખોટી, ગેરમાર્ગે દોરતી અને કોમવાદી" સોશિયલ મીડિયા પોસ્ટ્સ વિરુદ્ધ આયોગને કોંગ્રેસ તરફથી કરવામાં આવેલી બીજી ફરિયાદ છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો, "ફોજદારી કેસ નોંધાયો હોવા છતાં ભાજપે પોતાની અગાઉની સોશિયલ મીડિયા પોસ્ટ્સ હટાવી નથી. તેઓ સ્પષ્ટપણે ઝારખંડમાં પોતાનું કોમવાદી અને વિભાજનકારી અભિયાન ચાલુ રાખ્યું છે."

તેમણે કહ્યું, "અમને આશા છે કે ચૂંટણી પંચ ભાજપના પદાધિકારીઓ, જેમાં તેમના સોશિયલ મીડિયા પ્રભારી પણ સામેલ છે, તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે."

ભાજપ ઝારખંડ યુનિટની જાહેરાત પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

કોંગ્રેસ નેતાએ ભાજપની ઝારખંડ યુનિટ પર સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરવાનો પણ આરોપ લગાવ્યો, જેમાં દૃશ્ય ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના એક સમર્થકના ઘરથી શરૂ થાય છે, જેમાં એક ચોક્કસ સમુદાયના પુરુષો, મહિલાઓ અને બાળકોને ખૂબ ખરાબ સ્થિતિમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રમેશે આરોપ લગાવ્યો, "વીડિયોનો દુર્ભાવનાપૂર્ણ ઉદ્દેશ્ય અને સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે."

આ પણ વાંચોઃ

પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget