શોધખોળ કરો
Advertisement
આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર છેલ્લા 6 વર્ષમાં 90 લાખ નોકરીમાં ઘટાડો- રિપોર્ટ
રિપોર્ટ અનુસાર 2011-12 અને 2017-18 વચ્ચે દર વર્ષે 26 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ રિપોર્ટ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઈમ્પ્લોયમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: રોજગારી મામલે દેશમાં મોટો ઘટાડો થયો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઈમ્પ્લોયમેન્ટ દ્વારા પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે છેલ્લા 6 વર્ષમાં દેશમાં રોજગારમાં 90 લાખનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે રોજગારીમાં આ રીતે ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર આંકડા વર્ષ 2011-12 અને 2017-18ની વચ્ચેના છે. જો બીજી રીતે જોઈએ તો 2011-12 અને 2017-18 વચ્ચે દર વર્ષે 26 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. આ રિપોર્ટને સંતોષ મેહરોત્રા અને જેકે પારિદાએ સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઇમ્પ્લોયમેન્ટ માટે તૈયાર કર્યો છે. જણાવી દઈએ કે સંતોષ મેહરોત્રા જેએનયુમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. જ્યારે જેકે પારિદાભી પંજાભ યુનિવર્સિટીમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement