(Source: ECI/ABP News/ABP Majha)
India: ઘાટીમાં સેનાને મોટી સફળતા, ત્રણ આતંકીઓને ઠાર મારીને કાશ્મીરી પંડિતોની હત્યાનો લીધો બદલો, જાણો વિગતે
ઠાર કરવામાં આવેલા ત્રણ આતંકીવાદીઓમાંથી બેની ઓળખ શોપિયાંની લતીફ લૉન અને અનંતનાગના ઉમર નજીર તરીકે થઇ છે.
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભારતીય સેનાના જવાનોને મોટી સફળતા મળી છે, જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં આજે (20 ડિસેમ્બર) સવારે સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ થઇ હતી, અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારી દેવામાં આવ્યા છે. એડીજીપી કાશ્મીરએ જાણકારી આપી છે કે, લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકીવાદીઓને ઠાર માર્યા છે. ઠાર કરવામાં આવેલા ત્રણ આતંકીવાદીઓમાંથી બેની ઓળખ શોપિયાંની લતીફ લૉન અને અનંતનાગના ઉમર નજીર તરીકે થઇ છે.
લતીફ લોન એક કાશ્મીરી પંડિત પુરાણ કૃષ્ણા ભટની હત્યા અને ઉમર નજીર નેપાલના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આતંકીઓની પાસેથી એક એકે 47 રાઇફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.
Jammu Kashmir: DGP દિલબાગ સિંહનો મોટો દાવો, કહ્યુ- જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધી 56 વિદેશી આતંકી ઠાર મરાયા
Jammu Kashmir DGP on Terrorism: જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનવાની અસર હવે દેખાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે સોમવારે જણાવ્યું હતું કે "આ વર્ષે અત્યાર સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં 56 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે 102 સ્થાનિક યુવાનોમાંથી 86 માર્યા ગયા છે.
આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર કરાયેલી જાનથી મારી નાખવાની ધમકીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપતી ગણાવી સિંહે કહ્યું કે "ડરવાની કોઈ જરૂર નથી. ધમકીઓ આપનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીજીપીએ અહીં એક સમારોહ દરમિયાન પત્રકારોને કહ્યું હતું ક આ વર્ષે 56 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી મોટો આંકડો છે.
સુરક્ષા અંગે સિંહે કહ્યું હતું કે અમે તમામ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છીએ. હું આશા રાખું છું કે દરેક જગ્યાએ બધું સારું છે. અમારી સુરક્ષામાં કોઈ છટકબારી રહેશે નહીં.'' તેમણે કહ્યું, 'હજુ પણ સરહદ પાર ટ્રેનિંગ કેમ્પમાં લોકો છે. આ તરફ આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. સરહદ પર સુરક્ષા દળો સતર્ક છે.ખાલિસ્તાની અને કાશ્મીરી આતંકવાદીઓ વચ્ચેના જોડાણ વિશે પૂછવામાં આવતા સિંહે કહ્યું કે તેમની એક માતા છે, તે પાકિસ્તાન છે.
સિંહે કહ્યું હતું કે ડ્રોનથી હથિયારો છોડવા એ એક મોટો પડકાર છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસ આવા કેટલાક કેસ ઉકેલવામાં સફળ રહી છે. "ઓપરેશન દરમિયાન અમે IEDs અને અન્ય વસ્તુઓ રિકવર કરી છે અને અમે તેની સામે અસરકારક રીતે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.