શોધખોળ કરો

દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી

extreme el nino warning: જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો સક્રિય થવાની 80% શક્યતા; ક્લાઈમેટ ચેન્જને કારણે દુષ્કાળ, ભારે વરસાદ અને જંગલની આગ જેવી આફતો વૈશ્વિક સ્તરે વિનાશ વેરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૈજ્ઞાનિકો દ્વારા ભયંકર અલ નીનોની 80% શક્યતા, જૂન-ઓગસ્ટમાં સક્રિય.
  • આબોહવા પરિવર્તનને કારણે અલ નીનો વધુ ખતરનાક બની શકે છે.
  • દુષ્કાળ, ભારે વરસાદ, હીટવેવ અને પૂર જેવી આફતોની સંભાવના.
  • 2027 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનવાની WMO ની ચેતવણી.

extreme el nino warning: દુનિયા પર અત્યારે હવામાનનો એક મોટો કુદરતી ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ, આ વર્ષે ભયંકર 'અલ નીનો' (El Nino) આવવાની 80% શક્યતા છે, અને તેની અસરો આખી દુનિયામાં ભારે તબાહીના રૂપમાં જોવા મળી શકે છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) ના રિપોર્ટ અનુસાર, જૂન અને ઓગસ્ટ મહિનાની વચ્ચે અલ નીનો બનવાના પૂરા ચાન્સ છે અને તે નવેમ્બર સુધી ટકી શકે છે. ક્લાઈમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) ને કારણે આ વખતનો અલ નીનો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. જેનાથી દુનિયાભરમાં ભયંકર દુષ્કાળ, અતિભારે વરસાદ, આકરી ગરમીના મોજા (હીટવેવ) અને પૂર જેવી ગંભીર આફતો આવી શકે છે.

શું છે અલ નીનો અને કેટલી છે તેની શક્યતા?

WMO ના જણાવ્યા પ્રમાણે, જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો સક્રિય થવાની 80% શક્યતા છે અને નવેમ્બર સુધીમાં તે ચાલુ રહેવાના 90% ચાન્સ છે.
હવે તમને થશે કે આ અલ નીનો છે શું? સરળ ભાષામાં કહીએ તો, અલ નીનો એક એવી હવામાનની પેટર્ન છે જે દર 2 થી 7 વર્ષે એક્ટિવ થાય છે. આ પ્રક્રિયામાં પૂર્વ પ્રશાંત મહાસાગર (Pacific Ocean) નું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. આની સીધી અસર વૈશ્વિક તાપમાન પર પડે છે અને વરસાદની આખી પેટર્ન ખોરવાઈ જાય છે.

આ વખતે ખતરો આટલો મોટો કેમ છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષનો અલ નીનો વધારે મજબૂત અને વિનાશક હોઈ શકે છે. કેટલાક ક્લાઈમેટ મોડેલ્સ એવું સૂચવે છે કે સમુદ્રનું તાપમાન સરેરાશ કરતા 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે રહી શકે છે. આની પાછળ ક્લાઈમેટ ચેન્જ બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયથી પૃથ્વીનું તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે. આ વધેલું ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનો બંને ભેગા મળીને પરિસ્થિતિને વધુ વણસાવશે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

દુનિયાભરમાં કેવી અસર જોવા મળશે?

અલ નીનો અને આબોહવા પરિવર્તનની આ ડબલ અસરને લીધે કુદરતી આપત્તિઓ વધી જશે.

બેવડી ઋતુનો માર: અમુક વિસ્તારોમાં એટલો બધો વરસાદ પડશે કે પૂરની સ્થિતિ સર્જાશે, તો બીજી તરફ અમુક વિસ્તારો એવા હશે જ્યાં દુષ્કાળ પડશે.

આગ અને ગરમી: હીટવેવ (ગરમીના મોજા) વધશે, જેના કારણે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ મોટો ઉછાળો આવી શકે છે.

દરિયાઈ તોફાનો અને ચક્રવાતની તાકાત અને દિશા પર પણ તેની સીધી અને ખરાબ અસર જોવા મળશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ

ભવિષ્ય માટે WMO ની મોટી ચેતવણી

પરિસ્થિતિની ગંભીરતાને જોતા WMO એ ચેતવણી આપી છે કે વર્ષ 2027 અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ અલ નીનો આપણને ભવિષ્યમાં હવામાન કેવું હશે તેનું એક જીવંત ટ્રેલર બતાવી રહ્યો છે. જો અત્યારથી જ પર્યાવરણ પ્રત્યે ગંભીર નહીં બનીએ, તો ભવિષ્યમાં આનાથી પણ મોટી આફતોનો સામનો કરવો પડી શકે છે.

Frequently Asked Questions

આ વર્ષે અલ નીનો આવવાની કેટલી શક્યતા છે?

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અનુસાર, જૂન અને ઓગસ્ટ મહિનાની વચ્ચે અલ નીનો સક્રિય થવાની 80% શક્યતા છે.

અલ નીનો એટલે શું?

અલ નીનો એક હવામાનની પેટર્ન છે જેમાં પૂર્વ પ્રશાંત મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. આ દર 2 થી 7 વર્ષે સક્રિય થાય છે.

આ વખતના અલ નીનોમાં ખતરો કેમ વધારે છે?

આબોહવા પરિવર્તનને કારણે આ વખતના અલ નીનોની અસરો વધુ ખતરનાક બની શકે છે, જેનાથી ભયંકર દુષ્કાળ, ભારે વરસાદ અને હીટવેવ જેવી આફતો આવી શકે છે.

અલ નીનોની દુનિયા પર શું અસર જોવા મળી શકે છે?

આના કારણે કેટલાક વિસ્તારોમાં ભયંકર વરસાદ અને પૂર આવશે, જ્યારે અન્ય વિસ્તારોમાં દુષ્કાળ પડશે. હીટવેવ વધશે અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ ઉછાળો આવી શકે છે.

ટોપ સ્ટોરી

રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Embed widget