શોધખોળ કરો

આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગની નવી આગાહી: દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડશે, તો સામે દિલ્હી-યુપી સહિતના રાજ્યોમાં હિટવેવનો પ્રકોપ યથાવત રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના ઘણા ભાગોમાં 30 મે સુધી ભારે વરસાદની ચેતવણી.
  • ચોમાસું આગળ વધી રહ્યું છે, સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે.
  • દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ, ઉત્તરમાં ગરમી યથાવત.
  • નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાતાવરણમાં ફેરફાર થશે.

Extremely Heavy Rainfall Alert: જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા હવામાન વિભાગનું આ નવું અપડેટ જરૂર જાણી લો. દેશના ઘણા ભાગોમાં 30 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ માત્ર વરસાદ જ નહીં, પણ કરા પડવા અને ધૂળની ડમરીઓ ઉડવા વિશે પણ એલર્ટ આપ્યું છે. આ સાથે જ ચોમાસાને લઈને પણ એક મોટા સમાચાર છે. દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં જ્યા એક તરફ સતત વરસાદ પડશે, ત્યાં બીજી તરફ અમુક ઉત્તરના રાજ્યોમાં કાળઝાળ ગરમી એટલે કે હીટવેવ પણ ચાલુ રહેશે.

ચોમાસાને લઈને શું છે નવું અપડેટ?

અત્યારે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) અને સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સક્રિય છે. આ સિસ્ટમ્સને કારણે 30 મે સુધી દેશના ઘણા વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. સારા સમાચાર એ છે કે આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે એકદમ સાનુકૂળ વાતાવરણ બની ગયું છે. ચોમાસું હવે ધીમે ધીમે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે.

કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન?

આજે એટલે કે 24 મેના રોજ હવામાન કેવું રહેશે તેની વાત કરીએ તો, ઉત્તર આંતરિક કર્ણાટકના અમુક વિસ્તારોમાં કરા પડવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે રાજસ્થાનમાં ધૂળભરી આંધી આવી શકે છે. નોર્થ-ઈસ્ટ એટલે કે પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો, 24 મેના રોજ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ અલગ-અલગ દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ભારતમાં પણ 24 થી 28 મે દરમિયાન કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

નવી સિસ્ટમ સક્રિય થશે પણ હીટવેવથી રાહત નહીં

બીજી તરફ, પૂર્વ ભારતના રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાશે. ઉત્તર અને પશ્ચિમ ભારત (જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી) માં પણ હળવોથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે જમ્મુ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને બિહાર, આસામ સહિત બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણ છે. તેમાંય 28 મેથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી

Frequently Asked Questions

આગામી દિવસોમાં દેશના કયા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી છે?

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં 30 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ચેતવણીમાં કરા અને ધૂળની ડમરીઓ ઉડવાનો પણ સમાવેશ થાય છે.

ચોમાસાને લઈને શું નવું અપડેટ છે?

આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના ભાગોમાં આગળ વધી શકે છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

24 થી 28 મે દરમિયાન કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદની શું સ્થિતિ રહેશે?

પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહાર જેવા પૂર્વ ભારતના રાજ્યોમાં પણ વરસાદ અને ભારે પવન ફૂંકાશે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.

શું હીટવેવથી રાહત મળશે?

વરસાદી માહોલ વચ્ચે પણ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને તેલંગાણા જેવા રાજ્યોમાં હીટવેવ (લૂ) ની ચેતવણી યથાવત રહેશે.

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget