શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

Tomorrow weather forecast India: ઉત્તર અને મધ્ય ભારતમાં હજુ પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, જાણો દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં કેવું રહેશે 24 મેનું હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના ૧૫ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી.
  • દિલ્હી, યુપી, રાજસ્થાનમાં ગરમી યથાવત રહેશે.
  • પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદથી સર્જાઈ પૂર જેવી સ્થિતિ.
  • હિમાચલ, ઉત્તરાખંડમાં પવન સાથે કરા અને વરસાદની શક્યતા.

Tomorrow weather forecast India: દેશમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોના તોરબા કાઢી રહી છે, તો બીજી તરફ ચોમાસાના આગમનના એંધાણ મળી રહ્યા છે. દિલ્હી, યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પંજાબ-હરિયાણામાં તાપમાન 40 થી 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને હવામાન વિભાગે આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. બીજી બાજુ પૂર્વોત્તર રાજ્યોમાં તો વરસાદે અત્યારથી જ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે.

ચાલો જાણીએ કે 24 મેના રોજ દેશના અલગ-અલગ રાજ્યોમાં હવામાન કેવું રહેશે:

દિલ્હી-NCR (24 થી 28 મે)

દિલ્હી અને એનસીઆરમાં ભયંકર ગરમી વચ્ચે આવતીકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોરદાર પવનો અને આંધી સાથે હળવા છાંટા પડવાની પણ સંભાવના છે. જોકે, 24 થી 28 મે સુધી હીટવેવ (લૂ) નો પ્રકોપ વધશે અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ઉત્તર પ્રદેશ (24 મે)

યુપીના પૂર્વીય ભાગોમાં દિવસ દરમિયાન તીવ્ર હીટવેવ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ ભારે બફારો અને ગરમી રહેશે. બાંદામાં તો તાપમાન 46.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

બિહાર (24 થી 28 મે)

બિહારમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. 25 મેના રોજ પટણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાન આવી શકે છે. 24 અને 25 મેના રોજ દરભંગા, મધુબની, ગયા, ભાગલપુર અને પૂર્ણિયામાં પણ વરસાદની આગાહી છે.

રાજસ્થાન (24 મે)

રાજસ્થાનમાં ગરમીનું મોજું ચાલુ જ છે અને 24 મેથી તે વધુ આકરું બનશે. આગામી આખું અઠવાડિયું હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. જોકે, 40-50 કિમીની ઝડપે ફૂંકાતા ધૂળવાળા પવનો ક્યાંક આંશિક રાહત આપી શકે છે.

આ પણ વાંચોઃ ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

ઉત્તરાખંડ અને હિમાચલ (24 મે)

પહાડી વિસ્તારોમાં હવામાન પલટાયું છે. 24 મેના રોજ દેહરાદૂનમાં હળવો વરસાદ અને નૈનીતાલમાં પવન સાથે કરા પડવાની શક્યતા છે. જ્યારે હરિદ્વારમાં ગરમી સાથે ધૂળની ડમરીઓ ઉડશે. હિમાચલમાં રોહતાંગ પાસ અને કુલ્લુમાં હિમવર્ષા થઈ રહી છે. ચંબા, કાંગડા, મંડી અને શિમલામાં 40-50 કિમીની ઝડપે પવન સાથે યલો એલર્ટ છે.

પંજાબ અને હરિયાણા (24 થી 27 મે)

પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ ગરમી લોકોને શેકી નાખશે. 24 થી 27 મે વચ્ચે આ વિસ્તારોમાં તીવ્ર હીટવેવની આગાહી હોવાથી લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા સલાહ અપાઈ છે.

ઝારખંડ અને ઓડિશા (24 થી 25 મે)

ઝારખંડમાં 24 અને 25 મેના રોજ રાંચી, જમશેદપુર, ધનબાદ અને બોકારોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી છે. જ્યારે ઓડિશાના ઝારસુગુડા અને સંબલપુરમાં હીટવેવનું એલર્ટ છે, તો બીજી બાજુ બાલાસોર અને કટકમાં 40-50 કિમીની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી

અરુણાચલ અને કેરળમાં ભારે વરસાદ

અરુણાચલ પ્રદેશમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, પુલો ધોવાયા છે અને ઘરોને નુકસાન થયું છે. દક્ષિણમાં કેરળ માટે પણ IMD દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અને 28 મે થી 3 જૂન વચ્ચે પણ ત્યાં ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુમાં પણ આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ છે.

Frequently Asked Questions

આગામી 24 કલાકમાં કયા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી છે?

આગામી 24 કલાકમાં 15 રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હી-NCRમાં 24 થી 28 મે દરમિયાન હવામાન કેવું રહેશે?

દિલ્હી-NCRમાં 24 થી 28 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોરદાર પવનો અને આંધી સાથે હળવા છાંટા પડી શકે છે, પરંતુ હીટવેવનો પ્રકોપ પણ વધશે.

બિહારમાં 25 મેના રોજ હવામાન કેવું રહેશે?

બિહારમાં 25 મેના રોજ પટણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાન આવી શકે છે. દરભંગા, મધુબની, ગયા, ભાગલપુર અને પૂર્ણિયામાં પણ વરસાદની આગાહી છે.

રાજસ્થાનમાં 24 મેથી હવામાન કેવું રહેશે?

રાજસ્થાનમાં 24 મેથી ગરમીનું મોજું વધુ આકરું બનશે. આગામી આખું અઠવાડિયું હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 24 મેના રોજ હવામાન કેવું રહેશે?

ઉત્તરાખંડમાં દેહરાદૂનમાં હળવો વરસાદ અને નૈનીતાલમાં પવન સાથે કરા પડી શકે છે. હિમાચલમાં રોહતાંગ પાસ અને કુલ્લુમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે ચંબા, કાંગડા, મંડી અને શિમલામાં 40-50 કિમીની ઝડપે પવન સાથે યલો એલર્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Advertisement

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget