Fact Check: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પદયાત્રાનો નહીં, કર્ણાટકના ચિત્રદુર્ગના ગણેશ વિસર્જન શોભાયાત્રાનો છે આ વીડિયો
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ એકતા પદયાત્રાનો નથી. આ વીડિયો કર્ણાટકના ચિત્રદુર્ગમાં ગણેશ વિસર્જન સમયે નીકળેલી શોભા યાત્રાનો છે.
તાજેતરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમની સનાતન હિન્દુ એકતા પદયાત્રા પૂરી કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર લોકોની ભીડ જોઈ શકાય છે. કેટલાક લોકો આ વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે આ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હિંદુ એકતા પદયાત્રાનો વીડિયો છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જણાયું હતું. ખરેખર, વાયરલ વીડિયો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ એકતા પદયાત્રાનો નથી. આ વીડિયો સપ્ટેમ્બર 2024માં કર્ણાટકના ચિત્રદુર્ગમાં ગણેશ વિસર્જન દરમિયાન કાઢવામાં આવેલી શોભાયાત્રાનો છે, જે હવે સનાતન હિન્દુ એકતા પદયાત્રાના સંબંધમાં શેર કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટ ?
ફેસબૂક યૂઝર્સ Satyendra Kumar એ 1 ડિસેમ્બર 2024 ના વીડિયો પોલ્ટ ( આર્કાઈવ લિંક) કરતા લખ્યું, "હિન્દુ એકતા પદયાત્રામાં 20 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જે અત્યાર સુધીની સૌથી મોટી પદયાત્રા છે.* જય શ્રી રામ જય શ્રી બાગેશ્વર સરકાર **હિંદુત્વ મારો આત્મા "
વિડીયો પર લખ્યું છેઃ હિંદુ એકતા પદયાત્રામાં 20 લાખથી વધુ લોકો સામેલ થયા આજ સુધીની સૌથી મોટી પદ યાત્રા જય શ્રી રામ જય શ્રી બાગેશ્વર સરકાર"
તપાસ
વાયરલ ક્લિપનું સત્ય જાણવા માટે સૌ પ્રથમ તેની કેટલીક મુખ્ય ફ્રેમ્સ લીધી અને તેને ગૂગલ લેન્સ ટૂલ દ્વારા સર્ચ કરી. અમને વીડિયો RSY & VKᵀᵒˣᶦᶜ નામના એક્સ હેન્ડલ પર મળ્યો. i ઓક્ટોબર 2024 ના શેર આ વિડિયોને, ચિત્રદુર્ગમાં ગણેશ વિસર્જન દરમિયાન કાઢવામાં આવેલી શોભાયાત્રાનો બતાવવામાં આવ્યો છે.
CHITRADURGA HINDU MAHA GANAPATHI 🙏✨
— RSY & VKᵀᵒˣᶦᶜ (@RSY_VK_01) October 1, 2024
Biggest Ganapati Procession in Karnataka 🥵🥶 https://t.co/xLkjr1hJ8y pic.twitter.com/uNWH4OXhPt
સર્ચ કરવા પર અમને વીડિયો ಹಿಂದು ಮಹಾ ಗಣಪತಿ ಚಿತ್ರದುರ್ಗ 2023 નામના ફેસબુક પેઈજ પર મળ્યો. 2 ઓક્ટોબર 2024 ના અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં તેને ચિત્રદુર્ગમાં કાઢવામાં આવેલી ગણેશ વિસર્જન શોભાયાત્રાનો બતાવવામાં આવ્યો છે.
અમને વીડિયો ka16_chitradurga.15 નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ મળ્યો. 22 ઓક્ટોબર 2024 ના અપલોડ વીડિયોમાં તેને ચિત્રદુર્ગ હિંદુ મહા ગણપતિ વિસર્જનનો બતાવવામાં આવ્યો છે.
વીડિયોમાં અમે ઘણી અન્ય જગ્યાઓ પર પણ ચિત્રદુર્ગ હિંદૂ મહા ગણપતિ વિસર્જન સાથે જ શેયર કરેલો મળ્યો હતો.
અમે કર્ણાટકના સ્થાનિક પત્રકાર યાસિર ખાન સાથે વીડિયો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે આ વીડિયો કર્ણાટકના ચિત્રદુર્ગમાં હિન્દુ મહાગણપતિ વિસર્જનના સમયનો છે.
છેલ્લે અમે વીડિયો શેર કરનાર યુઝરને સ્કેન કર્યો. જાણવા મળ્યું કે યુઝરને 11 હજાર લોકો ફોલો કરે છે. યુઝરે પોતાને બિહારનો રહેવાસી ગણાવ્યો છે.
નિર્ણય : વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ એકતા પદયાત્રાનો નથી. વાસ્તવમાં, આ વીડિયો કર્ણાટકના ચિત્રદુર્ગમાં ગણેશ વિસર્જન સમયે નીકળેલી શોભા યાત્રાનો છે, જેને હવે ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
[Disclaimer: આ અહેવાલ સૌ પ્રથમ https://www.vishvasnews.com/ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સ્ટોરી ABP લાઈવ ગુજરાતીમાં વિશેષ વ્યવસ્થા સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. એબીપી લાઈવ ગુજરાતીએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી.]