શોધખોળ કરો
Advertisement
ફટાફટ ગાડી પર લગાવી દેજો આ સ્ટીર, નહીં તો ડબલ રૂપિયા ચૂકવવા પડશે
ફાસ્ટેગને વાહન ચાલક પોતાની જરૂરત મુજબ ચાર્જ કરાવી શકે છે. જેથી ટોલ પ્લાઝામાંથી નીકળતા સમયે તેનાથી ટોલ રકમની ચૂકવણી પુરી કરી શકાય.
નવી દિલ્હી: એક ડિસેમ્બરથી દેશભરના તમામ ટોલ કેશલેસ રહેશે. ફાસ્ટેગ વગર તમે ટોલને પાર કરી શકશો નહીં. તેથી જો તમે હજી સુધી ફાસ્ટેગ નથી ખરીદ્યો, તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે આ ફાસ્ટાગને પ્રોત્સાહન આપવા 1 ડિસેમ્બર સુધીમાં ફાસ્ટેગ ફ્રિ માં આપવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુરુવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. ગડકરીએ કહ્યું કે 1 ડિસેમ્બરથી દેશભરના રાષ્ટ્રીય હાઇ વે ઉપર ટોલ પ્લાઝાને ટોલ રોકડમાં ચૂકવવા સગવળ સમાપ્ત થઇ જશે. ટોલ ફક્ત ફાસ્ટાટેગ દ્વારા જ ચૂકવણી કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર બાદ તમારે હાઈવે પર કાર લઈને જતા સમયે થોડી સાવધાની રાખવી પડશે. કેમ કે, કોઈ વાહન ફાસ્ટેગ સ્ટીકર લગાવ્યા વગર ટોલ પ્લાઝામાં ફાસ્ટેગની લાઈનમાંથી પસાર થશે તો, તે વાહન ચાલકે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
નીતિન ગડકરીએ કહ્યું કે, જે વાહનોમાં ફાસ્ટેગ નહી લાગેલુ હોય, તેમણે ફાસ્ટેગ વાહનો માટે બનાવેલી લાઈનમાંથી પસાર થતા ડબલ ટેક્સ ચૂકવવો પડશે. જોકે, ટોલ પ્લાઝા પર એક લાઈન એવી પણ હશે, જ્યાં ફાસ્ટેગ સ્ટીકર ન લાગેલા વાહનો પસાર થઈ શકશે, જ્યાં સામાન્ય ટોલ ટેક્સ જ વસુલવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો પર 537 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સ્ટીકર વગર ફાસ્ટેગની લાઈનમાંથી પસાર થવા પર ડબલ ટેક્સ ચુકવવો પડશે.
ફાસ્ટેગ વાહનો પર એક ઈલેક્ટ્રોનિક રીતે વાંચી શકાય તેવું ટેગ લગાવવામાં આવે છે. ત્યારબાદ વાહન જ્યારે ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે, તો ત્યાં લાગેલું મશીન તે ટેગ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે ટેક્સ વસુલ કરી લે છે. આ પ્રથાથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઉભા રહી ચુકવણી નહી કરવી પડે. ગડકરીએ કહ્યું કે, ફાસ્ટેગને લોકપ્રિય બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એક ડિસેમ્બર સુધી તેને નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જોકે, ફાસ્ટેગને વાહન ચાલક પોતાની જરૂરત મુજબ ચાર્જ કરાવી શકે છે. જેથી ટોલ પ્લાઝામાંથી નીકળતા સમયે તેનાથી ટોલ રકમની ચૂકવણી પુરી કરી શકાય. 1 ડિસેમ્બર બાદ NHAI ફાસ્ટેગ માટે રકમ લેશે. ગડકરીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં NHAIની વાર્ષિક આવક વધી એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે. આગામી બે વર્ષમાં NHAIનો ટોલ રાજસ્વ 30 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે.
ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા, SBI, HDFC, ICICI સહિત અન્ય બેંક, ઓનલાઈન, પ્લેટફોર્મ, પેટીએમ, એમેઝોન ડોટ કોમ. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.
ફાસ્ટેગ ખરીદવા માટે આ દસ્તાવેજ જોઈશે
- ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- ગાડીનો માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ગાડીના માલિકના નો યોર કસ્ટમર (કેવાઈસી) ડોક્યુમેન્ટ. જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ
- ફાસ્ટટેગ ખરીદતા સમયે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી પડશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion