શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડિફેન્સ પ્રોડક્શનમાં FDIની મર્યાદા વધારીને 74 ટકા કરાશે : નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં હથિયારોના આયાત પર ધીમે ધીમે પ્રતિબંધ લગાવવામાં આવશે. જે સ્પેરપાર્ટ્સનું આયાત થાય છે તેનું હવે દેશમાં નિર્માણ કરવામાં આવશે.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજના ચોથા તબક્કાની આજે જાહેરાત કરી હતી. આ દરમિયાન કહ્યું કે, ડિફેન્સ પ્રોડક્શનમાં એફડીઆ 49થી વધારીને 74 ટકા કરવામાં આવશે. એટલે કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 74 ટકા વિદેશી રોકાણ (FDI)ને મંજૂરી આપવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું, “ આજની જાહેરાત આધારભૂત ઢાંચાના ક્ષેત્રમાં સુઘારાને લઈને છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં જે હથિયારોના આયાત પર ધીમે ધીમે પ્રતિબંધ લગાવવામાં આવશે તે હથિયારોની યાદી જાહેર કરવામાં આવશે, જે સ્પેરપાર્ટ્સનું આયાત થાય છે તેનું હવે દેશમાં નિર્માણ કરવામાં આવશે. હથિયારોને લઈ વિદેશ પર નિર્ભરતા ઓછી કરવાની છે અને કેટલાક હથિયારોનું આયાત ઘટશે.”
આ સિવાય વિમાન ક્ષેત્ર માટે ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સીતારમણે કહ્યું કે, પીપીઈ મોડલ પર 6 એરપોર્ટ વિકસિત કરવામાં આવશે. વધુ છ એરપોર્ટમાં ખાનગી કંપનીઓની ભાગીદારી માટે હરાજી કરવામાં આવશે. 12 એરપોર્ટ્સ ખાનગી કંપનીઓ દ્વારા 13 હજાર કરોડ રૂપિયાથી વધુ રોકાણ થશે. એર સ્પેસનું વિસ્તરણ કરવામં આવશે, હાલમાં 60 ટકાજ ખુલ્લું છે, એર સ્પેસના વિસ્તરણથી એક હજાર કરોડ રૂપિયાની બચત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion