શોધખોળ કરો
Advertisement
પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ રાજ્યસભા સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા
આ પહેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ કરીને પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇ પર સવાલો ઉઠાવ્યા હતા
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે સંસદમાં રાજ્યસભાના સાંસદ તરીકે શપથગ્રહણ કરી લીધા છે. પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇ પત્ની સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં તેમને રામનાથ કોવિંદની હાજરીમાં શપથગ્રહણ કર્યા હતા. રામનાથ કોવિંદે પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇને રાજ્યસભા સાંસદ તરીકે નૉમિનેટ કર્યા છે.
શપથ લેતા પહેલા પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇના રાજ્યસભા સભ્ય તરીકે નૉમિનેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં મધુ પૂર્ણિમા કિશ્વરે અરજી કરીને પડકાર ફેંક્યો છે. મધુ કિશ્વરે કોઇપણ પ્રકારના કાયદાકીય પ્રતિનિધિ વિના અરજી દાખલ કરી છે કે બંધારણનો મૂળ આધાર ‘જ્યૂડિશયરીની સ્વતંત્રતા’ છે, અને આને લોકશાહીનો સ્તંભ માનવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇના રાજ્યસભા સભ્ય તરીકે નૉમિનેટ થયા બાદ રાજકીય ધમાલ શરૂ થઇ ગઇ હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને એકબીજા પર રાજકીય આરોપો લગાવી રહ્યાં છે.
આ પહેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ કરીને પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇ પર સવાલો ઉઠાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion