શોધખોળ કરો

RKS Bhadauria Joins BJP: પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા ભાજપમાં થયા સામેલ, દેશમાં રાફેટ જેટ લાવવામાં હતી મુખ્ય ભૂમિકા

એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

Former IAF Chief RKS Bhadauria Joins BJP: પૂર્વ એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા આજે  ભાજપમાં જોડાયા હતા. એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદૌરિયા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આગામી મહિનાથી લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થવાનું છે તેવા સમયે જ પૂર્વ વાયુસેના પ્રમુખ એવા સમયે ભાજપમાં જોડાયા છે. દેશમાં રાફેલ જેટ લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.

પોતાના નિર્ણય માટે નિવૃત્ત એર ચીફ માર્શલે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું મારા જીવનના 40 વર્ષથી વધુ સમય ભારતીય વાયુસેના માટે કામ કરી શક્યો છું. તે ખૂબ જ ગર્વની વાત છે. આ સમયગાળા દરમિયાન, સૌથી સુવર્ણ તક મળી છે જે. મારી સેવાના છેલ્લા સમયગાળા દરમિયાન આવ્યો હતો. છેલ્લા 8 થી 10 વર્ષમાં આ પક્ષની સરકાર દ્વારા ભારતીય દળોને મજબૂત કરવા, તેમને આત્મનિર્ભર બનાવવા અને આધુનિક બનાવવા માટે લેવામાં આવેલા આકરા પગલાઓએ આપણા દળોની ક્ષમતાઓ વિકસાવી છે.આની સાથે જ દળોમાં નવો આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર બનવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેની અસર જમીન પર પણ જોવા મળી રહી છે. આનાથી આપણને સ્વદેશી ક્ષમતાઓ પણ મળશે.

કોણ છે આરકેએસ ભદૌરિયા?

રાકેશ કુમાર સિંહ ભદૌરિયા મૂળ ઉત્તર પ્રદેશના છે. ભારતને મજબૂત કરવા માટે 36 રાફેલ વિમાનની ખરીદી માટે રચાયેલી ટીમનો તે મહત્વનો ભાગ હતા. રાકેશ કુમાર સિંહ ભદૌરિયા ભારતીય વાયુસેનાના શ્રેષ્ઠ પાઇલટ્સમાંથી એક છે. અત્યાર સુધીમાં તે રાફેલ સહિત 28 થી વધુ પ્રકારના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવી ચૂક્યા છે.

એર માર્શલ ભદૌરિયા CAT 'A' શ્રેણીના ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને પાઈલટ એટેક ઈન્સ્ટ્રક્ટર પણ છે. તેમની કાર્યક્ષમ ઓપરેશનલ ક્ષમતાને કારણે, તેમને વર્ષ 2002માં વાયુ સેના મેડલ, વર્ષ 2013માં અતિ વિશેષ સેવા મેડલ અને વર્ષ 2018માં પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના જગુઆર સ્ક્વોડ્રન અને દક્ષિણ પશ્ચિમ સરહદ પર સ્થિત એક મુખ્ય એરફોર્સ સ્ટેશનના વડા પણ રહી ચૂક્યા છે. એર માર્શલ ભદૌરિયા એરક્રાફ્ટ અને સિસ્ટમ્સ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટમાં ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચૂક્યા છે. આ જ સંસ્થાએ ભારતના પ્રથમ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ એલસીએ તેજસની પ્રાથમિક ઉડાનનું સંચાલન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget