શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાના સાંસદ અને સપા નેતા બેની પ્રસાદ વર્માનું નિધન
રાજ્યસભા સાંસદ અને સપાના નેતા બેની પ્રસાદ વર્માનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા.
નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ અને સપાના નેતા બેની પ્રસાદ વર્માનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. બેની પ્રસાદ વર્માના નિધનના સમાચારથી સમાજવાદી પાર્ટીના કાર્યકર્તામાં શોક ફેલાયો હતો. તે સપાના સંસ્થાપક સભ્ય રહ્યા છે. બેની પ્રસાદ વર્મા ઉત્તર પ્રદેશના કુર્મી સમાજના મોટા નેતા માનવામાં આવતા હતા. યુપીએ -2 સરકારમાં તેઓ કેન્દ્રિય મંત્રી રહ્યા હતા.
1996માં તે સંચાર વિભાગના સ્વતંત્ર રાજ્યમંત્રી બન્યા હતા. આ વર્ષે તેમને સંસદીય કાર્યના રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. 1996માં જ લોકસભા ચૂંટણીમાં તે ફરી જીત્યા હતા. 1998માં ઉત્તર પ્રદેશ સપા પાર્ટીના પ્રમુખ સભ્ય બન્યા. આ અગાઉ તે સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી પણ હતા. 1996થી 1998 સુધી દેવગૌડા સરકારમાં કેન્દ્રિય સંચાર મંત્રી રહ્યા. 1998માં ઉત્તર પ્રદેશ સરકારમાં પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ તથા સંસદીય કાર્યમંત્રી બન્યા. 1999માં સપા છોડી જનતા દળમાં સામેલ થઇ તેના વડા બન્યા. આ દરમિયાન તે જનતા દળના સંસદીય બોર્ડના સભ્ય પણ બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement