શોધખોળ કરો
Advertisement
રાફેલ ડિલ: ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિનો ખુલાસો, ભારત સરકારે આપ્યું હતું રિલાયન્સનું નામ
નવી દિલ્હી: રાફેલ ડિલ પર છેડાયેલી રાજકીય જંગ વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે મોટો ખુલાસો કર્યો છે. ઓલાંદે કહ્યું કે, રાફેલ સોદા માટે ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ નું નામ પ્રસ્તાવિત કર્યું હતું અને દસોલ્ટ એવિએશન(DASSAULT AVIATION)કંપની પાસે બીજો કોઈ વિકલ્પ નહતો. ફ્રાસની એક પત્રિકામાં છપાયેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે, ઓલાંદે કહ્યું કે ભારત સરકાર તરફથી રિલાયન્સનું નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. તેને પસંદ કરવાનો દસોલ્ટ એવિએશનની કોઈ ભૂમિકા નથી.
ઓલાંદે કહ્યું કે, ભારત સરકારે જે પ્રકારે સર્વિસ ગ્રુપનું નામ આપ્યું હતું. તેની સાથે દસોલ્ટે વાતચીત કરી હતી. દેસોએ અનિલ અંબાણી સાથે સંપર્ક કર્યો હતો. અમારી પાસે કોઈજ વિકલ્પ નહતો. અમે જે વાતચીત કરી તે પ્રમાણે સ્વીકાર્યું.
ઓલાંદના નિવેદન પર રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદના નિવેદનની તપાસ કરવામાં આવી રહી છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ ડીલમાં ફ્રાંસ કે ભારત સરકારની કોઈ ભૂમિકા નહતી. ઓલાંદની આ વાત સરકારના દાવાને નકારે છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે દેસો અને રિલાયન્સ વચ્ચે સમજૂતી એક કમર્શિયલ પેક્ટ હતો જે બે પ્રાઈવેટ ફર્મ વચ્ચે થઈ. તેમાં સરકારની કોઈ ભૂમિકા નહતી.
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ આર્ટિકલને રિટ્વિટ કરતા ઓલાંદને પૂછ્યું કે, કૃપા કરીને અમને એ પણ જણાવો કે રાફેલની 2012માં 590 કરોડની કિંમત 2015માં 1690 કરોડ કઈ રીતે થઈ ગઈ?. મને ખબર છે કે યૂરોના કારણે આ ગણતરીની કોઈ સમસ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસ રાફેલ ડીલને લઈને સરકારને સતત ઘેરતી રહી છે કે આ ડીલમાં હિંદુસ્તાન એરોનોટિક્સને શા માટે સામેલ નથી કરી. તેના પર નાણાંમંત્રી જેટલી અને રક્ષામંત્રી સીતારમણે જવાબ આપ્યો હતો કે આ સમજૂતી બે પ્રાઈવેટ કંપનીઓ વચ્ચે થઈ હતી. તેમાં સરકારનો કોઈ હાથ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement