(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સહિતના લોકોનો અશ્લીલ વીડિયો બનાવી લાખોનો તોડ કરનાર ગેંગનો ગાજીયાબાદ પોલીસે કર્યો પર્દાફાશ
ગાજીયાબાદ સિટી એસપી નિપુલ અગ્રવાલે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ગેંગના ચાર બેંક એકાઉન્ટની જાણકારી મળી છે. આ ચાર બેંક એકાઉન્ટમાં લગભગ 3.8 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે.
Ghaziabad News: ગુજરાતના યુવક સહિત અનેક લોકોનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવનારી ગેંગનો પર્દાફાશ થયો છે. ગાજિયાબાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરીને એક દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. ગાજીયાબાદ સિટી એસપી નિપુણ અગ્રવાલે આ ગેંગની ધરપકડ બતાવી છે, જેમાં એક દંપતી સહિત ત્રણ યુવતીઓ સામેલ હતી. તેમણે રાજનગર એક્સટેંશનની સોસાયટીમાં એક ફ્લેટ ભાડેથી રાખ્યો હતો.
ગાજીયાબાદ સિટી એસપી નિપુલ અગ્રવાલે આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ગેંગના ચાર બેંક એકાઉન્ટની જાણકારી મળી છે. આ ચાર બેંક એકાઉન્ટમાં લગભગ 3.8 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે. પોલીસે આ ગેંગના તમામ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ગાજીયાબાદ પોલીસે એમ પણ જણાવ્યું કે, આ ગેંગ લોકોનો અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતાં અને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. આ ગેંગનું સંચાલન એક દંપતી કરી રહ્યું હતું.
ગાજીયાબાદ પોલીસે ધરપકડ કરેલી આ ગેંગે ગુજરાતના એક યુવક પાસેથી લગભગ 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ યુવકે પહેલા સ્ટ્રીપ ચેટ કર્યું હતું. આ પછી પર્સનલ નંબર શેર કરીને ગેંગની યુવતીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. પહેલા આ ગેંગની યુવતીઓએ વીડિયો કોલના માધ્યમથી વાતચીત કરી અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક જ વર્ષમાં તેની પાસેથી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી પણ યુવકનો પીછો છોડ્યો નહોતો અને તેની પાસેથી 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ગુજરાત પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે.
Rajkot : બે દિવસ પહેલા ગુમ થયેલી યુવતીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ
રાજકોટ: જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે યુવતીની કૂવામાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના પીઠડીયા ગામના ટોલનાકા પાસે આવેલ વાડી વિસ્તારમાં કૂવામાંથી લાશ મળી આવી છે. પ્રાગજીભાઈ વાઘજીભાઈ ગોંડલીયાની વાડીના કુવામાંથી લાશ મળી આવી છે.
વીરપુર પોલીસ સ્ટેશનમાં પરિવારે બે દિવસ પહેલા ગુમસુંદાની ફરિયાદ નોંધાવી હતી. શીતલ રામજીભાઈ ચાવડા (ઉ.24) નામની યુવતીએ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું છે. પરિવારના સભ્યો તેમજ વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. અન્ય એક ઘટનામાં પંચમહાલમાં રેલવે ટ્રેક નજીક ઈજગ્રસ્ત હાલતમાં યુવક મળી આવ્યો છે. ગોધરા -ખરસાલિયા સ્ટેશન વચ્ચે આવેલ 51 નંબર ગેટ પાસે ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો છે. અજાણ્યો યુવક મુસાફર ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઇજા પહોંચી છે.
રેલવે પોલીસ ઘટના પહોંચી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક બેભાન અવસ્થામાં હોય રેલવે પોલીસ દવારા શોસિયલ મીડિયાના માધ્યમથી વાલી વારસો શોધવાની કવાયત હાથ ધરી છે. યુવક બિહાર રાજય તરફનો હોવાનું રેલવે પોલીસનું અનુમાન છે.