શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'બીજેપી અમારા ધારાસભ્યોને 40 કરોડ રૂપિયા આપીને ખરીદવાની તૈયારી કરી રહી છે' ગોવા કોંગ્રેસનો સનસની આરોપ
બીજેપીએ આ આરોપો પર પલટવાર કરતાં કહ્યું કે, વિપક્ષી પાર્ટી પોતાના ધારાસભ્યોને એકજુથ રાખવામાં નિષ્ફળ રહી છે, અને અમારા પર ખોટા આરોપો લગાવી રહી છે
પણજીઃ લોકસભા ચૂંટણી પુરી થયા બાદ હવે રાજ્યોમાં તોડજોડની રાજનીતિ શરૂ થઇ છે, કોંગ્રેસે આ આરોપ બીજેપી પર લગાવ્યો છે. ગોવા કોંગ્રેસના નેતાએ બીજેપી પર રાજ્યમાં ખરીદ-વેચાણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસનું કહેવુ છે કે, બીજેપી પાર્ટીના ધારાસભ્યો ખરીદવા માટે કરોડો રૂપિયાની ઓફર આપી રહી છે. ગોવા પ્રદેશ કોંગ્રસ પ્રમુખ ગિરીશ ચોડણકરે દાવો કર્યો છે કે, કોંગ્રેસ ધારાસભ્યોનો પક્ષ પલટો કરવા માટે 40 કરોડ રૂપિયા અને રાજ્ય સંચાલિત નિગમની અધ્યક્ષતા સહિત જુદીજુદી વસ્તુઓનું પ્રલોભન આપવામાં આવી રહ્યું છે. જોકે, બીજેપીએ આ ઓરોપોને ફગાવી દીધા છે.
બીજેપીએ આ આરોપો પર પલટવાર કરતાં કહ્યું કે, વિપક્ષી પાર્ટી પોતાના ધારાસભ્યોને એકજુથ રાખવામાં નિષ્ફળ રહી છે, અને અમારા પર ખોટા આરોપો લગાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion