શોધખોળ કરો
Advertisement
વોટર આઇડી કાર્ડને આધાર સાથે જોડવામાં આવશે, કાયદો બનાવવાની તૈયારીમાં સરકાર
કાયદા મંત્રાલયે આ અંગે ચૂંટણી પંચ તરફથી મળેલી ભલામણો પર વિચાર કરતા તેનો સ્વીકાર કર્યો છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી બાદ દેશભરમાં ઓળખ સંબંધી દસ્તાવેજોને લઇને ચર્ચા છેડાઇ છે. આ વચ્ચે સરકાર આધાર કાર્ડને વોટર આઇડી સાથે લિંક કરવા જઇ રહી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. તેને ફરજિયાત કરવા માટે સરકાર કાયદો લાવી શકે છે. કાયદા મંત્રાલયે આ અંગે ચૂંટણી પંચ તરફથી મળેલી ભલામણો પર વિચાર કરતા તેનો સ્વીકાર કર્યો છે. મંત્રાલય હવે આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યુ છે.
મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, કાયદા મંત્રાલય જનપ્રતિનિધિત્વ કાયદો (રિપ્રેઝટેશન ઓફ પીપલ એક્ટ-1951)માં કેટલાક ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે અને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની સમિતિ સમક્ષ આ સંશોધન રજૂ કરવામાં આવશે જેથી આ સંબંધમાં એક બિલ બનાવી શકાય અને તેને સંસદમાં રજૂ કરાવી શકાય.
જનપ્રતિનિધિત્વ કાયદામાં સંશોધન બાદ નાગરિકોને પ્રાઇવેસીની સુરક્ષા સુનિશ્વિત કરતા 12 અંકોના આધાર સાથે પોતાના ઇલેક્ટોરલ ફોટો આઇડી કાર્ડને જોડવું ફરજિયાત રહેશે. એક અધિકારીએ કહ્યું કે, મંત્રાલય કાયદાને સંશોધિત કરવા માટે ચૂંટણી પંચના પ્રસ્તાવ પર વિચાર કરતા એક કેબિનેટ નોટ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
જોકે, કાયદા મંત્રાલય આ મામલામાં તમામ બાબતો પર ધ્યાન આપી રહ્યું છે જેમાં કોઇ વ્યક્તિની જાણકારી, ડેટાની ચોરી થવાના ખતરાને પણ ધ્યાનમાં રાખવામાં આવી શક્યા છે. સૂત્રોએ કહ્યું કે, આ કેબિનેટ નોટ ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઇને કોઇ તારીખ નક્કી કરાઇ નથી. પરંતુ બજેટ સત્ર અગાઉ અથવા સત્ર દરમિયાન તેને સંસદમાં રાખવામાં આવી શકે છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion