શોધખોળ કરો

ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે

universal affidavit gujarat: કાયદા વિભાગ દ્વારા નવું સમાન ફોર્મેટ જાહેર; સરકારી કામકાજમાં નાગરિકોનો સમય બચશે અને બિનજરૂરી ધક્કા ખાવામાંથી મોટી મુક્તિ મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં સરકારી કામકાજ માટે હવે યુનિવર્સલ એફિડેવિટ લાગુ.
  • અલગ-અલગ સોગંદનામાની ઝંઝટમાંથી નાગરિકોને મળશે મુક્તિ.
  • રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને પોર્ટલ પર સ્વીકારાશે.
  • જ્યાં જરૂર નથી ત્યાં માત્ર સ્વઘોષણા જ માન્ય ગણાશે.

universal affidavit gujarat: ગુજરાતના લોકોને સરકારી કામકાજમાં પડતી એક મોટી મુશ્કેલીનો હવે કાયમી અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે સમગ્ર રાજ્યમાં 1 જ સમાન 'યુનિવર્સલ એફિડેવિટ' લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી કોઈ પણ સરકારી કામ, દાખલા કે યોજનાનો લાભ લેવા માટે અલગ-અલગ લખાણવાળા સોગંદનામા (એફિડેવિટ) કરાવવાની માથાકૂટ નહીં રહે. કાયદા વિભાગે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં એક નવું સ્ટાન્ડર્ડ ફોર્મેટ જાહેર કર્યું છે, જે આખા ગુજરાતમાં બધે જ માન્ય ગણાશે.

ક્યાં લાગુ પડશે આ નવો નિયમ?

સરકારના નવા નિયમ મુજબ, જે સરકારી સેવાઓ મેળવવા માટે કાયદાકીય રીતે એફિડેવિટ આપવું જરૂરી હોય, પણ તેનું કોઈ ચોક્કસ ફોર્મેટ પહેલેથી નક્કી ન હોય, ત્યાં હવે આ નવું 'યુનિવર્સલ એફિડેવિટ' જ ચાલશે. અત્યાર સુધી અરજદારોએ અલગ-અલગ વિભાગોની સેવાઓ માટે જુદા-જુદા પ્રકારના એફિડેવિટ કરાવવા પડતા હતા. દસ્તાવેજોની આ આંટીઘૂંટીના કારણે સામાન્ય જનતાનો ઘણો સમય બગડતો હતો અને સરકારી કામમાં પણ વિલંબ થતો હતો. આ નવી સિસ્ટમથી લોકોને આ હાલાકીમાંથી મુક્તિ મળશે.

બધી જ સરકારી કચેરીઓ અને પોર્ટલ પર સ્વીકારાશે

આ નવું એફિડેવિટ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય પંચાયતો અને શહેરી વિસ્તારોમાં આવેલી તમામ સરકારી કચેરીઓ અને સેવા કેન્દ્રોમાં સ્વીકારવામાં આવશે. આ સાથે જ 'ડિજિટલ ગુજરાત' પોર્ટલ અને તમામ જન સેવા કેન્દ્રો પર પણ આ જ ફોર્મેટનો ફરજિયાત અમલ શરૂ થઈ જશે. એટલે કે ઓનલાઇન અરજી કરનારા લોકોને પણ આનો સીધો ફાયદો થશે.

આ પણ વાંચોઃ પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના

જ્યાં જરૂર નથી, ત્યાં માત્ર 'સ્વઘોષણા' જ ચાલશે

સરકારે એ પણ ખાસ સ્પષ્ટ કર્યું છે કે, જે સરકારી સેવાઓ મેળવવા માટે કાયદા મુજબ એફિડેવિટની કોઈ જરૂરિયાત જ નથી, ત્યાં અરજદારો પાસે ખોટી રીતે એફિડેવિટ માંગવામાં આવશે નહીં. આવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના જૂના ઠરાવ મુજબ જ માત્ર 'સ્વઘોષણા' (Self-Declaration) ની સરળ પ્રક્રિયા ચાલુ રહેશે.

નાગરિકોને સરળતાથી સમજાય અને ઉપયોગમાં લઈ શકાય તે માટે કાયદા વિભાગે આ નવું સત્તાવાર ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં તૈયાર કર્યું છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ

Frequently Asked Questions

ગુજરાતમાં 'યુનિવર્સલ એફિડેવિટ' શું છે?

યુનિવર્સલ એફિડેવિટ એ એક સમાન સોગંદનામું છે જે ગુજરાતમાં કોઈપણ સરકારી કામ, દાખલા કે યોજના માટે ઉપયોગમાં લઈ શકાય છે. આનાથી અલગ-અલગ લખાણવાળા સોગંદનામા કરાવવાની ઝંઝટ દૂર થશે.

આ નવો નિયમ ક્યાં લાગુ પડશે?

આ નવો નિયમ રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો, 'ડિજિટલ ગુજરાત' પોર્ટલ અને જન સેવા કેન્દ્રો પર લાગુ પડશે. જ્યાં કાયદાકીય રીતે એફિડેવિટ જરૂરી છે પણ ફોર્મેટ નક્કી નથી, ત્યાં આ માન્ય ગણાશે.

શું બધી જ સરકારી સેવાઓ માટે યુનિવર્સલ એફિડેવિટ ફરજિયાત છે?

ના, જ્યાં કાયદા મુજબ એફિડેવિટની જરૂર નથી, ત્યાં માત્ર 'સ્વઘોષણા' જ માન્ય ગણાશે. ખોટી રીતે એફિડેવિટ માંગવામાં આવશે નહીં.

યુનિવર્સલ એફિડેવિટ કઈ ભાષાઓમાં ઉપલબ્ધ છે?

નાગરિકોની સરળતા માટે, આ નવું સત્તાવાર ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget