શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ અક્ષરધામ મંદિર પાસે ધોળે દિવસે પોલીસ પર ગુંડાઓએ કર્યું ફાયરિંગ
અક્ષરધામ પાસે દિલ્હી પોલીસે જ્યારે કારમાં સવાર ગુંડાઓને રોકવાનું કહ્યું તો તેમણે પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતું
નવી દિલ્હીઃ દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે રવિવારે સવારે ગુંડાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. વાસ્તવમાં સવારે લગભગ 11 વાગ્યે દિલ્હી પોલીસની વાન પર કાર સવાર ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. રિપોર્ટ અનુસાર, અક્ષરધામ પાસે દિલ્હી પોલીસે જ્યારે કારમાં સવાર ગુંડાઓને રોકવાનું કહ્યું તો તેમણે પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી.
રિપોર્ટ અનુસાર, પોલીસની કાર્યવાહીથી ડરીને ગુંડાઓ અક્ષરધામથી ગીતા કોલોની તરફ ભાગી ગયા હતા. દિલ્હી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ગુંડાઓ અને પોલીસ વચ્ચે અથડામણની ખબરો સામે આવતી રહે છે. શુક્રવારે જ દિલ્હીના દ્ધારકાના જાફરપુર કલા વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણમાં ત્રણ ગુંડાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં નંદૂ ગેંગના એક ગુંડાઓને ગોળી મારી દીધી હતી.#Visuals from Delhi: 4 unidentified assailants, in a four-wheeler, fired at police team near Akshardham temple this morning. The police team had asked them to stop their vehicle when they resorted to firing and later managed to escape. No injuries reported. More details awaited. pic.twitter.com/RC7EIIfP2P
— ANI (@ANI) September 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement