શોધખોળ કરો
તિરુવનંતપુરમમાં નવી ગાઇડલાઇન સાથે ફરીથી ખૂલ્યા જીમ, સલૂન અને બ્યુટીપાર્લર, આ વાતનું રાખવું પડશે ધ્યાન
તિરુવનંતપુરમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા મુજબ, સ્પા, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
![તિરુવનંતપુરમમાં નવી ગાઇડલાઇન સાથે ફરીથી ખૂલ્યા જીમ, સલૂન અને બ્યુટીપાર્લર, આ વાતનું રાખવું પડશે ધ્યાન gyms salons and beauty parlours re opens in Thiruvananthapuram તિરુવનંતપુરમમાં નવી ગાઇડલાઇન સાથે ફરીથી ખૂલ્યા જીમ, સલૂન અને બ્યુટીપાર્લર, આ વાતનું રાખવું પડશે ધ્યાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/15204141/gyms.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તિરુવનંતપુરમઃ તિરુવનંતપુરમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શુક્રવારે સાંજે જિમ, સલૂન અને બ્યૂટી પાર્લર ફરીથી શરૂ કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. ડીડીએમએ કહ્યું, જિમમાં ઓક્સિજનનો રેકોર્ડ રાવા માટે ઓક્સિમીટર રાખવા પડશે. સલૂનમાં ટોકન સિસ્ટમ અમલી બનાવવી પડશે. તેમણે કહ્યું 95 ટકાથી ઓછું ઓક્સિજન લેવલ હોય તેવા લોકોને એક્સરસાઇઝ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.
આ સાથે જ જરૂરી સુરક્ષા ઉપાયની સાથે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગ અને સાફ સફાઇનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ મહિલા, ગર્ભવતી મહિલા કોરોના કાળમાં કામ કરતા હોય તો વધારે સાવધાની રાખવી પડશે.
DDMAએ આગળ કહ્યું કે, કાર્ડ આધારિત કે સંપર્ક રહિત ચૂકવણીને પ્રોત્સાહન આપવું જોઈએ. તિરુવનંતપુરમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા મુજબ, સ્પા, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કેરળમાં 14,146 એક્ટિવ કેસ છે. જ્યારે 26,992 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 139 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)