શોધખોળ કરો
Advertisement
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
અશોક તંવર પોતાના સમર્થકો માટે 15 ટિકિટ માંગી હતી પરંતુ જ્યારે બેઠકોની જાહેરાત થઈ ત્યારે તંવરના હિસ્સામાં એક પણ સીટ આપવામાં આવી નથી.
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ટિકિટ વહેંચણીમાં પોતાના સમર્થકોની નજરઅંદાજથી નારાજા હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અશોક તંવરને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક પણ ટિકિટ આપવામાં આવી નથી. અશોક તંવર પોતાના સમર્થકો માટે 15 ટિકિટ માંગી હતી પરંતુ જ્યારે બેઠકોની જાહેરાત થઈ ત્યારે તંવરના હિસ્સામાં એક પણ સીટ આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે અશોક તંવરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેમને તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. હું માત્ર પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવા માગું છું. જે બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. મહત્વનું છે કે હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. જેની મતગણતરી 24 ઓક્ટોબરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
ખેતીવાડી
Advertisement