Haryana Violence: 44 FIR, 116ની ધરપકડ, હિંસા બાદ નૂહ પોલીસની કાર્યવાહી યથાવત, અત્યાર સુધી 150 લોકોની કરાઇ પૂછપરછ
હરિયાણાના નૂહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવની સ્થિતિ યથાવત છે.
Haryana Violence: હરિયાણાના નૂહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવની સ્થિતિ યથાવત છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળ અને કેન્દ્રીય દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ હિંસા ફેલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. નૂહમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
#WATCH | On Nuh clashes, Haryana Home Minister Anil Vij says "The situation in Nuh is under control...Around 41 FIRs have been registered and 116 people have been arrested till now in Nuh alone. There is a conspiracy behind this. The way stones, weapons, and bullets were found,… pic.twitter.com/cDdUFRBEJn
— ANI (@ANI) August 2, 2023
નૂહના પોલીસ અધિક્ષક (SP) એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 44 FIR નોંધવામાં આવી છે. 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 150 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. 31 જૂલાઈના રોજ નૂહમાં એક સરઘસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સાથે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
Haryana Violence: 6 dead, 116 people arrested, says CM Khattar
— ANI Digital (@ani_digital) August 2, 2023
Read @ANI Story | https://t.co/20G1JDEr3x#HaryanaCM #ManoharLalKhattar #NuhViolence #Haryana pic.twitter.com/jlXfFFlEqm
મૃતક હોમગાર્ડ જવાનોને 57-57 લાખ આર્થિક સહાયની જાહેરાત
હરિયાણામાં હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. નૂહમાં બે હોમગાર્ડ સહિત ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ગુરુગ્રામમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, હરિયાણા પોલીસે મંગળવારે નૂહમાં હિંસામાં જીવ ગુમાવનારા બે હોમગાર્ડના પરિવારોને 57 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
પથ્થરમારામાં બાળકોના ઉપયોગની તપાસની માંગ
નૂહમાં હિંસા દરમિયાન બાળકોનો કથિત રીતે પથ્થરમારો માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પીટીઆઈ અનુસાર, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ આ અંગે તપાસની માંગ કરી છે. હરિયાણા પ્રશાસનને લખેલા પત્રમાં NCPCRએ સોમવારની હિંસામાં બાળકોના કથિત ઉપયોગ અંગે કાર્યવાહીની માંગ કરી છે.
કમિશને પત્રમાં કહ્યું હતું કે "પંચ તમારી ઓફિસને આ મામલાની તપાસ કરવા અને ઘટનાની તપાસ કરવા વિનંતી કરે છે." ઉપરાંત, આ હિંસામાં જે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની ઓળખ કરવી જોઈએ અને જો તેમની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂર હોય તો તેમને બાળ સુધારણા સમિતિ સમક્ષ રજૂ કરવા જોઈએ.
સીએમ ખટ્ટરે મોટા ષડયંત્રની શક્યતા વ્યક્ત કરી
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે (1 જુલાઈ) ચંડીગઢમાં રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. હિંસામાં બહારના લોકોની સંડોવણી અંગે આશંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.