શોધખોળ કરો

Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી

Ankit Balian: હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યા કરવામાં આવી છે. 4 હુમલાખોરોએ તેમને 14 ગોળી મારી હતી. બાલિયાન પર હુમલો ત્યારે થયો જ્યારે તે જીમમાંથી બહાર નીકળી રહ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શામલીમાં હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા.
  • જીમમાંથી નીકળી કારમાં બેઠેલા અંકિતને ગોળીઓ મરાઈ.
  • હત્યા પહેલાં અંકિતે ઝઘડા અંગે રીલ પોસ્ટ કરી.
  • ચૂંટણીની તૈયારી કરતા અંકિતની હત્યાનું કારણ અજ્ઞાત.

Ankit Balian: ઉત્તર પ્રદેશના શામલીના મોહલ્લા નાલા પટરી પર હરિયાણવી સિંગર અંકિત બાલિયાન પર 4 લોકોએ 14 ગોળીઓ મારી હત્યા કરી દીધી છે. ચાર લોકોએ પગપાળા આવીને હરિયાણવી સિંગર અંકિત બાલિયાનને ગોળીઓથી વીંધી નાખ્યો હતો. અંકિત જીમ કરીને બહાર ગાડીમાં બેઠો હતો, ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ  છે અને તપાસ કરી રહી છે. અહેવાલો છે કે અંકિત જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો. અંકિતની હત્યા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી.

કોણ હતો અંકિત બાલિયાન?
અંકિત બાલિયાન શામલીનો રહેવાસી હચો. તેનું ગામ બંતી ખેડા છે. તે ઘણા વર્ષોથી સોનીપત-રોહતકમાં રહેતો હતો. અંકિત હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમનું સૌથી લોકપ્રિય ગીત 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન' છે. અંકિત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તેમના નામે ઘણા ફેન પેજ પણ ચલાવવામાં આવે છે.

આ પણ વાંચો...Nepal flash flood: નેપાળમાં જળપ્રલયમાં વ્હારે આવ્યું ભારત, તાબડતોબ પહોંચાડી મદદ, બાલેને કહ્યું થેન્ક યુ

અંકિતની છેલ્લી પોસ્ટ શું હતી?

નોંધનિય છે કે, અંકિતે બે કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. નજીકના ભાઈ સાથેના ઝઘડામાં જો તેનું રસ્તા પર મર્ડર કરી દેવામાં આવે, જે નજરોમાં રહેશે બચીને કેવી રીતે નિકળી શકશે? આ પોસ્ટના કેપ્શનમાં, તેણે લખ્યું- ખાસ ભાઈ.

हरियाणवी सिंगर अंकित बालियान को 4 बदमाशों ने मारी 14 गोली, मौत

અંકિત બાલિયાનના ગીતો

અંકિત બાલિયાનના ઈન્સ્ટાગ્રામ પર 420K ફોલોઅર્સ છે. તેમનું ઈન્સ્ટાગ્રામ બાયો 'યુદ્ધાય કૃત નિશ્ચય' છે. અંકિતનું ગીત 'બેબી બદમાશ' ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ ગીત પર તેમણે ઘણી રીલ્સ પણ બનાવી હતી. આ ગીત 12 જુલાઈએ રિલીઝ થયું હતું. આ સિવાય તેમનું ગીત 'ગેનર' પણ ચર્ચામાં રહ્યું હતું. અંકિત ફિટનેસને લઈને ખૂબ જ સજાગ હતો. તે રોજ જીમ કરતો હતો. જીમમાંથી તે પોતાની તસવીરો અને વીડિયોઝ પણ શેર કરતો હચો. અંકિતના ગીતો 'ઉત કસૂત', 'PTI', 'સુખના લેક', 'મુગલો કા પટોલા' ચર્ચામાં રહ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Ankiit Baliyann (@ankiitbaliyann)

Frequently Asked Questions

અંકિત બાલિયાનનું મૃત્યુ કેવી રીતે થયું?

હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની ઉત્તર પ્રદેશના શામલીમાં 4 લોકોએ 14 ગોળીઓ મારીને હત્યા કરી દીધી હતી. તે જીમ કરીને ગાડીમાં બેઠો હતો ત્યારે તેને ગોળીઓ મારવામાં આવી હતી.

અંકિત બાલિયાન કોણ હતો?

અંકિત બાલિયાન શામલીનો રહેવાસી અને હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો જાણીતો સિંગર હતો. તેનું સૌથી લોકપ્રિય ગીત 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન' હતું.

અંકિત બાલિયાનની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ શું હતી?

તેણે મૃત્યુના બે કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. તેમાં પરિવારના ઝઘડામાં હત્યાની વાત હતી અને કેપ્શનમાં 'ખાસ ભાઈ' લખ્યું હતું.

અંકિત બાલિયાનના કયા ગીતો ચર્ચામાં રહ્યા હતા?

તેના ગીતો 'બેબી બદમાશ', 'ગેનર', 'ઉત કસૂત', 'PTI', 'સુખના લેક' અને 'મુગલો કા પટોલા' ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 'ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન' તેનું સૌથી લોકપ્રિય ગીત હતું.

Advertisement

ટોપ સ્ટોરી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget