શોધખોળ કરો

દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં મોટો પલટો આવશે; જમ્મુ-કાશ્મીરથી લઈને મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં કમોસમી વરસાદ, ગાજવીજ અને બરફવર્ષાની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચાર ચક્રવાતી પરિભ્રમણ અને નવા પશ્ચિમી વિક્ષેપથી હવામાન પલટાશે.
  • પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને કરાની સંભાવના.
  • મેદાની રાજ્યોમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની ચેતવણી.
  • પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદ અને તોફાનની આગાહી.

જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા હવામાન વિભાગની આ ચેતવણી ખાસ વાંચી લેજો. દેશના હવામાનમાં ખૂબ મોટો પલટો આવવાનો છે કારણ કે હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં એક-બે નહીં પરંતુ પૂરા ચાર ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સર્ક્યુલેશન) સક્રિય છે. એટલું જ નહીં, 14 માર્ચ 2026 થી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) પણ સક્રિય થવા જઈ રહ્યું છે જે ઉત્તર-પશ્ચિમ ભારતને સીધી અસર કરશે. આ તમામ સિસ્ટમ્સ ભેગી થવાને કારણે દેશમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ચાલો વિગતે જાણીએ કે કયા રાજ્યમાં ક્યારે વરસાદ ખાબકશે અને હવામાન કેવું રહેશે.

પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને કરાની આગાહી

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: 11 અને 12 માર્ચે અહીંના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. ખાસ કરીને 11 માર્ચે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 13 થી 17 માર્ચ સુધી પણ છૂટોછવાયો વરસાદ કે હિમવર્ષા ચાલુ રહેશે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ: 11 થી 17 માર્ચ દરમિયાન આ બંને રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ કે બરફવર્ષા થઈ શકે છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં 11 અને 12 માર્ચે કરા પડવાની ચેતવણી પણ અપાઈ છે.

મેદાની રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ

પંજાબ, હરિયાણા અને ચંદીગઢ: 14 થી 16 માર્ચ દરમિયાન હળવા વરસાદ અને વાવાઝોડાની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ: રાજસ્થાનમાં 14 અને 15 માર્ચે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 15 અને 16 માર્ચે વાતાવરણ પલટાશે અને ગાજવીજ સાથે પવન અને વરસાદ જોવા મળી શકે છે.

મધ્ય અને પૂર્વ ભારતમાં કેવું રહેશે વાતાવરણ?

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ: 13 થી 15 માર્ચ સુધી વિદર્ભ અને છત્તીસગઢમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 14-15 માર્ચે અને પૂર્વ મધ્ય પ્રદેશમાં 15 માર્ચે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાશે.

બિહાર, ઝારખંડ અને ઓડિશા: ઝારખંડમાં 11-12 માર્ચે, બિહારમાં 15-16 માર્ચે અને ઓડિશામાં 11, 12 તેમજ 15 થી 17 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

11 થી 17 માર્ચ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં મોટાભાગની જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને આસામ અને મેઘાલયમાં 12 થી 14 માર્ચ વચ્ચે ભારે વરસાદની આગાહી છે, અને 13 થી 15 માર્ચ દરમિયાન 30-40 કિમી/કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ કે હિમવર્ષા થઈ શકે છે.

આખરે હવામાનમાં આટલો મોટો પલટો કેમ આવ્યો છે?

હવામાન વિભાગે આ કમોસમી વરસાદ પાછળના ભૌગોલિક કારણો સમજાવતા કહ્યું છે કે, હાલમાં વાતાવરણમાં નીચે મુજબની 4 સિસ્ટમ્સ (ચક્રવાતી પરિભ્રમણ) સક્રિય છે:

ઉત્તર પાકિસ્તાન અને તેની નજીકના જમ્મુ-કાશ્મીરના નીચલા સ્તરમાં.

મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં.

મધ્ય આસામ અને આસપાસના વિસ્તારોમાં.

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકા પાસે.

આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ ભારત પર 12.6 કિલોમીટરની ઊંચાઈએ 90 નોટની (અંદાજે 166 કિમી/કલાક) ગતિવાળો ઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહ (જેટ સ્ટ્રીમ) પણ વહી રહ્યો છે, જે વાતાવરણમાં આ અસ્થિરતા લાવી રહ્યો છે.

Frequently Asked Questions

હાલમાં દેશના હવામાનમાં શું ફેરફાર જોવા મળી રહ્યો છે?

હાલમાં દેશમાં ચાર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની સંભાવના છે.

પહાડી વિસ્તારોમાં હવામાન કેવું રહેશે?

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં 11 થી 17 માર્ચ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી છે. અમુક સ્થળોએ ભારે વરસાદ અને કરા પણ પડી શકે છે.

મેદાની રાજ્યોમાં ક્યારે અને ક્યાં વરસાદની શક્યતા છે?

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા મેદાની રાજ્યોમાં 14 થી 16 માર્ચ દરમિયાન વાવાઝોડા, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

મધ્ય અને પૂર્વ ભારતમાં હવામાન કેવું રહેશે?

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, ઝારખંડ, બિહાર અને ઓડિશામાં 11 થી 17 માર્ચ દરમિયાન છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે.

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શું આગાહી છે?

11 થી 17 માર્ચ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં મોટાભાગની જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Embed widget