શોધખોળ કરો

ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા

Southwest monsoon arrival: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે અનેક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ અને પૂર્વ ભારતમાં મેઘરાજા મહેરબાન થશે, જ્યારે ઉત્તર ભારતમાં હીટવેવનો પ્રકોપ યથાવત રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી અને બંગાળની ખાડીમાં પહોંચ્યું.
  • દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી.
  • ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવ યથાવત, ગરમીથી રાહત નહીં.
  • દક્ષિણ, પૂર્વ, અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

Southwest monsoon arrival 2026: દેશમાં હવામાન અત્યારે બેવડું રૂપ બતાવી રહ્યું છે. એક તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દેશમાં એકસાથે અનેક ચક્રવાતી પરિભ્રમણ (સાયક્લોનિક સિસ્ટમ) સક્રિય થઈ ગયા છે. પરિણામે દેશના ઘણા રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ, દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં લોકોને હજુ પણ આકરી ગરમી અને હીટવેવમાંથી કોઈ જ રાહત મળવાની નથી.

ચોમાસાની આગેકૂચ અને સક્રિય સિસ્ટમ:

23 મે, 2026 ના લેટેસ્ટ હવામાન અપડેટ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યારે એકસાથે અનેક સિસ્ટમ એક્ટિવ છે. જમ્મુ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, તો બીજી તરફ દક્ષિણ બિહાર, આસામ, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમોને કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે.

આ રાજ્યોમાં જામશે વરસાદી માહોલ:

સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ક્યાં કેવું હવામાન રહેશે તે જાણો:

દક્ષિણ ભારત: 23 થી 26 મે વચ્ચે કેરળ, માહે અને લક્ષદ્વીપમાં વ્યાપક વરસાદ અને તેજ પવનની આગાહી છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ 50 થી 70 કિમીની ઝડપે પવન સાથે જોરદાર વરસાદ પડી શકે છે.

પૂર્વ અને પૂર્વોત્તર ભારત: આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ સહિત નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર અને ઓડિશામાં પણ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. અહીં પવનની ઝડપ 50 થી 70 કિમી સુધી રહી શકે છે.

ઉત્તર અને વાયવ્ય ભારત: પહાડી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પવન સાથે વરસાદની વકી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ યુપીમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી

અહીં ગરમી કાઢશે લોકોના તોરબા:

એક તરફ અડધા દેશમાં વરસાદ છે તો બીજી તરફ ભયંકર ગરમીની આગાહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 23 થી 29 મે સુધી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR અને રાજસ્થાનમાં આકરો હીટવેવ (લૂ) ચાલુ રહેશે. અમુક જગ્યાએ તો અતિ તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. આ રાજ્યોમાં તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો ઉછાળો આવી શકે છે. દિવસ તો ગરમ રહેશે જ, પણ કેટલાક વિસ્તારોમાં રાત્રે પણ બફારો અને ગરમી લોકોની ઊંઘ હરામ કરશે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ: આ રાજ્યોમાં 50 ની ઝડપે પવન ફૂંકાશે અને 4 દિવસ ભારે વરસાદ પડશે

Frequently Asked Questions

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ક્યાં સુધી આગળ વધ્યું છે?

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે.

કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે?

કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.

ઉત્તર અને મધ્ય ભારતમાં હવામાન કેવું રહેશે?

ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR અને રાજસ્થાનમાં 23 થી 29 મે સુધી આકરી ગરમી અને હીટવેવ ચાલુ રહેશે.

પવનની ઝડપ કેટલી રહી શકે છે?

કેટલાક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget