શોધખોળ કરો

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગ (IMD) ની મોટી ચેતવણી: દેશમાં એકસાથે 7 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 7 દિવસ સુધી મૂશળધાર વરસાદ ખાબકશે, જાણો કયા રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી 7 દિવસ દેશમાં ભારે વરસાદ, 7 સિસ્ટમ સક્રિય.
  • દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રમાં અસરની સંભાવના.
  • હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશામાં ભારે વરસાદ એલર્ટ.

IMD heavy rainfall alert 2026: જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા હવામાન વિભાગની આ ચેતવણી ખાસ વાંચી લેજો. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અનેક રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે 7 જેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબકવાની પૂરી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દક્ષિણ તમિલનાડુ અને પુડુચેરી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ બિહાર અને તેની આસપાસના સિક્કિમ તથા બંગાળના હિમાલયી વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે. આ ઉપરાંત મધ્ય આસામ, ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ અને દક્ષિણ આંતરિક કર્ણાટકની આસપાસ પણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે જે વાતાવરણમાં મોટો પલટો લાવી રહ્યા છે.

ઉત્તર ભારત અને પહાડી રાજ્યોમાં વાતાવરણ

5 થી 11 ઓગસ્ટ વચ્ચે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી છે, જેમાં ઉત્તરાખંડમાં ભારે વીજળી પડવાનું પણ એલર્ટ છે. દિલ્હી NCR, હરિયાણા, ચંદીગઢ તેમજ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 5 અને 6 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગમાં 7 અને 8 ઓગસ્ટ અને પશ્ચિમ ભાગમાં 8 અને 9 ઓગસ્ટે મેઘરાજા મહેર કરી શકે છે.

મધ્ય અને પૂર્વ ભારતની સ્થિતિ

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 5-6 ઓગસ્ટ અને 10-11 ઓગસ્ટે, જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 5 થી 8 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે. છત્તીસગઢમાં 5 થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વીજળી પડવાની દહેશત છે. વિદર્ભમાં પણ 5 ઓગસ્ટ અને 6 થી 11 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડશે. ઝારખંડમાં 5 થી 8 અને 10-11 ઓગસ્ટે (9 ઓગસ્ટે છૂટોછવાયો) તથા બિહારમાં 5 થી 7 ઓગસ્ટે સારો વરસાદ પડશે (8 થી 11 ઓગસ્ટ સામાન્ય વરસાદ). ઓડિશામાં 7-8 ઓગસ્ટ અને 10-11 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 5 થી 8 ઓગસ્ટ સુધી મૂશળધાર વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

અરુણાચલ પ્રદેશમાં 5 થી 10 ઓગસ્ટ સુધી છૂટોછવાયો અને 11 ઓગસ્ટે ભારે વરસાદ થઈ શકે છે. આસામ અને મેઘાલયમાં 5 થી 8 ઓગસ્ટ અને 11 ઓગસ્ટે જોરદાર વરસાદ પડશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 5 થી 11 ઓગસ્ટ સુધી સળંગ વરસાદની આગાહી છે. નોંધનીય છે કે આ તમામ પૂર્વોત્તર રાજ્યોમાં 5 થી 9 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ અને વીજળી પડવાની પણ પૂરી શક્યતા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રનું હવામાન

હવે પશ્ચિમ ભારતની વાત કરીએ તો, મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા પટ્ટામાં 5 થી 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્રમાં 5 ઓગસ્ટે સારો એવો વરસાદ પડશે અને 6 થી 11 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. ગુજરાતીઓ માટે પણ મોટા સમાચાર છે; ગુજરાત રીજનમાં 8 થી 10 ઓગસ્ટ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે મરાઠવાડા અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં 5 થી 11 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ જળવાઈ રહેશે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Frequently Asked Questions

હવામાન વિભાગ દ્વારા કઈ મુખ્ય ચેતવણી જાહેર કરવામાં આવી છે?

ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બહાર જવાનો પ્લાન કરતા પહેલા આ ચેતવણી ખાસ વાંચી લેવી.

આ ભારે વરસાદની આગાહી પાછળનું મુખ્ય કારણ શું છે?

દેશના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે 7 જેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે મૂશળધાર વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં કયા દિવસોએ વરસાદની આગાહી કરવામાં આવી છે?

ગુજરાત રીજનમાં 8 થી 10 ઓગસ્ટ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં 5 થી 11 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ ક્યારે પડી શકે છે?

દિલ્હી NCR, ઉત્તર પ્રદેશમાં 5 અને 6 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા પટ્ટામાં 5 થી 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget