શોધખોળ કરો
Advertisement
આગામી 48 કલાકમાં અહીં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દેશભરમાં લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે. ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્યોમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશભરમાં લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે. ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્યોમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. એવામાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં તમિલનાડુ અને પુડુચેરીની સાથે કેટલાક સ્થળ પર વરસાદ પડી શકે છે.
ગુરુવારે હિન્દ મહાસાગર અને તેની બાજુમાં આવેલી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ઓછું દબાણ વિકસિત થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ આંધી-તોફાન સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં દબાણ વધવાથી જો અહીં તોફાન આવે છે તો તેને 'ફાની' નામ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement