શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ નિયમ પ્રમાણે પાડવામાં આવે છે દરેક ચક્રવાતી વાવાઝોડાના અલગ અલગ નામ, જાણો વિગતે
ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંનમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઇલેન્ડ ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉઠનારા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ ક્ષેત્રીય સમિતીને મોકલે છે
ભુવનેશ્વરઃ સાયક્લૉન 'ફાની' ઓડિશાના પુરી દરિયાકાંઠાએ ત્રાટક્યુ છે. હૈદરાબાદના હવામાન ખાતા અનુસાર, પુરીમાં 245 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તંત્રએ પહેલાથી જ કામગીરી અને આયોજન સાથે બંદોબસ્ત કરી લીધો છે. દરિયાકાંઠાના લોકોને હટાવીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. આ વાવાઝોડાનું નામ 'ફાની' છે. વાવાઝોડાનું નામ પાડવા માટે ખાસ નિયમો છે, અહીં અમે તે સમજાવી રહ્યાં છીએ.
ખરેખરમાં, 'ફાની' ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉઠી રહ્યું છે. એટલે આ વાવાઝોડાને નામ આપવાની જવાબદારી આ વિસ્તારમાં આવેલા દેશોની છે. જેમાં બાંગ્લાદેશ પણ સામેલ છે. વાવાઝોડાને 'ફાની' નામ બાંગ્લાદેશ દ્વારા જ મળ્યુ છે. 'ફાની'નો અર્થ સાપ થાય છે.
ચક્રવાતી વાવાઝોડાના નામ રાખવાનો આ છે નિયમ...
દરેક ચક્રવાતી વાવાઝોડનાના નામ રાખવા મા ટે એક ખાસ પ્રક્રિયા છે. વાવાઝોડાને નામ આપવા માટે હાલમાં યુએનની વર્લ્ડ મેટ્રૉલોજિકલ ઓર્ગેનાઇઝેશને નિયમ તૈયાર કર્યા છે. આના હિસાબે જે વિસ્તારમાં વાવાઝોડુ આવશે ત્યાં પ્રાંતિય એજન્સીઓ તેના નામ આપશે. જે અનુસાર, વર્ષના પહેલા વાવાઝોડાને A પછી આગળના વાવાઝોડાને Bથી નામ આપવામાં આવશે. ઇવન નંબર વાળા વર્ષ (જેવા કે 2018)ને પુરુષ નામથી કૉડ આપવામાં આવશે, વળી ઓડ નંબર વાળા વર્ષ (જેવા કે 2019)માં મહિલાઓના નામથી વાવાઝોડાને નામ મળશે.
ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંનમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઇલેન્ડ ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉઠનારા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ ક્ષેત્રીય સમિતીને મોકલે છે. વર્તમાનમાં, દરેક દેશે ભવિષ્યમાં ઉઠનારા ચક્રવાતોના આઠ નામનુ સૂચન કર્યુ છે. 64 નામ વાળી યાદીમાંથી જ 'ફાની' નામ નક્કી કરવામાં આવ્યુ છે.
ભારતે પણ ચક્રવાતી વાવાઝોડાના અનેક નામો સૂચવ્યા છે, અગ્ન, આકાશ, વીજળી, જલ, લહેર, મેઘ, સગર અને વાયુ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion