Amul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Amul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Amul Milk Price Reduction: અમૂલે શુક્રવારે ગુજરાતના લોકોને બેવડી ખુશી આપી છે. એક તરફ, અમૂલે તેની ત્રણ મુખ્ય પ્રોડક્ટ્સ - અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં ઘટાડો કર્યો છે, તો બીજી તરફ, નવા ચોકલેટ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરી છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે.
દૂધના નવા ભાવ:
અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે નવા ભાવ નીચે મુજબ છે:
અમૂલ ગોલ્ડ (૧ લીટર પાઉચ): ₹૬૫
અમૂલ ટી સ્પેશિયલ (૧ લીટર પાઉચ): ₹૬૧
અમૂલ તાજા (૧ લીટર પાઉચ): ₹૫૩
જૂના ભાવની સરખામણી:
ભાવ ઘટાડા પહેલાં આ પ્રોડક્ટ્સના ભાવ નીચે મુજબ હતા:
અમૂલ ગોલ્ડ (૧ લીટર પાઉચ): ₹૬૬
અમૂલ ટી સ્પેશિયલ (૧ લીટર પાઉચ): ₹૬૨
અમૂલ તાજા (૧ લીટર પાઉચ): ₹૫૪


















