Karnataka Hijab Row Verdict: હિજાબ પહેરવો ઈસ્લામમાં ફરજિયાત નથી, વિદ્યાથીઓ યૂનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહી, કર્ણાટક હાઈકોર્ટનો ફેંસલો
Karnataka Hijab Row Verdict: હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
Karnataka Hijab Row Verdict: હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ મામલે સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે હિજાબ ઈસ્લામનો ફરજિયાત ભાગ નથી અને સ્કૂલના વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાનો ઈન્કાર કરી શકે નહીં. આ સાથે જ હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા કોલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી. કર્ણાટક હાઈકોર્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગતી ઘણી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
કર્ણાટકમાં કોર્ટના ચૂકાદા પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હિજાબ વિવાદ વચ્ચે બજરંગ દળના હર્ષ કાર્યકરની હત્યા કરવામાં આવી હતી.
હિજાબ પરના નિર્ણયથી કર્ણાટકમાં કડકાઈ વધી
હિજાબ વિવાદ પર ચુકાદા પહેલા બેંગલુરુમાં કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેંગલુરુના પોલીસ કમિશનર કમલ પંતે કહ્યું કે 15 માર્ચથી 21 માર્ચ સુધીના એક સપ્તાહ માટે બેંગલુરુમાં જાહેર સ્થળોએ તમામ પ્રકારના એકઠા થવા, આંદોલન, વિરોધ કે કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પહેલા દક્ષિણ કન્નડ ડીસીએ 15 માર્ચના રોજ તમામ શાળાઓ અને કોલેજોમાં રજાનો આદેશ આપ્યો હતો. આદેશ મુજબ, એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ લેવામાં આવશે, પરંતુ તમામ શાળા અને કોલેજોની આંતરિક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવશે.