શોધખોળ કરો

Earthquake: હિમાચલ પ્રદેશમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા  

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, સવારે 6.50 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

Himachal Pradesh : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, સવારે 6.50 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂગર્ભમાં તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.

સદનસીબે ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપ જમીનથી 5 કિલોમીટર નીચે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી.ભૂકંપના આંચકા અનુભવ્યાના કારણે લોકોમાં ભય છે. 

ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકો તેને અનુભવી શક્યા ન હતા. કુલ્લુ જિલ્લાના મોટાભાગના વિસ્તારો ઝોન 4 માં આવે છે જે ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે તેથી, અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

ભૂકંપ આવવાનું કારણ 

પૃથ્વીની સપાટીની નીચે અથવા પૃથ્વીની અંદર હંમેશા ઉથળ પાથળ રહે છે. પૃથ્વીની અંદરની પ્લેટો સતત એકબીજા સાથે અથડાય છે અથવા ખસે છે. આ કારણે દર વર્ષે ભૂકંપ આવતા રહે છે. ધરતીકંપને સમજતા પહેલા આપણે પૃથ્વીની નીચે પ્લેટોની રચનાને સમજવી જોઈએ. પૃથ્વી પર 12 ટેક્ટોનિક પ્લેટ્સ છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે જે ઊર્જા નિકળે છે તેને ભૂકંપ કહેવાય છે.

ભૂકંપની તીવ્રતા શું છે - 

રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો -  

ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો.
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો.
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ પગથીયા મજબૂત નથી હોતા. 
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યા દીપોત્સવમાં તૂટ્યો ભક્તોનો રેકોર્ડ, 23 કરોડથી વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા, પ્રગટશે 28 લાખ દીવા
અયોધ્યા દીપોત્સવમાં તૂટ્યો ભક્તોનો રેકોર્ડ, 23 કરોડથી વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા, પ્રગટશે 28 લાખ દીવા
લવ જેહાદને લઈને BJP નેતા પ્રજ્ઞા ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન-
લવ જેહાદને લઈને BJP નેતા પ્રજ્ઞા ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન- "જો દીકરી વાત ન માને તો ટાંગા તોડી નાખો"
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

India buys Russian oil in yuan: ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરીને ડોલરને પડકાર ફેંક્યો
Gir lion Safari: દિવાળીનાં મિનિ વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે ગીર વિસ્તારમાં રેડ એલર્ટ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, ટીબી વોર્ડમાં વૃદ્ધ દર્દીનું મોં બળ્યુ
Imran Khedawala: ફિલ્મફેર એવોર્ડ સમયે રોડ કેમ બન્યા ?: સંકલન સમિતિની બેઠકમાં ખેડાવાલાના સવાલ
Harsh Sanghavi: એસટી વિભાગના કર્મચારીઓના હિતમાં ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો મહત્વનો નિર્ણય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા દીપોત્સવમાં તૂટ્યો ભક્તોનો રેકોર્ડ, 23 કરોડથી વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા, પ્રગટશે 28 લાખ દીવા
અયોધ્યા દીપોત્સવમાં તૂટ્યો ભક્તોનો રેકોર્ડ, 23 કરોડથી વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા, પ્રગટશે 28 લાખ દીવા
લવ જેહાદને લઈને BJP નેતા પ્રજ્ઞા ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન-
લવ જેહાદને લઈને BJP નેતા પ્રજ્ઞા ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન- "જો દીકરી વાત ન માને તો ટાંગા તોડી નાખો"
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: દિવાળી-નૂતન વર્ષના તહેવાર ટાણે જ રાજ્યના આ 4 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારતને બદલે લંડનમાં કેમ રહે છે વિરાટ કોહલી? ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતે જ કર્યો મોટો ખુલાસો
ભારતને બદલે લંડનમાં કેમ રહે છે વિરાટ કોહલી? ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતે જ કર્યો મોટો ખુલાસો
IND vs AUS ODI Live: વરસાદ બાદ ફરીથી શરૂ થઇ ભારત-ઓસ્ટ્રેલિયા વનડે, 35-35 ઓવરની રમાશે મેચ
IND vs AUS ODI Live: વરસાદ બાદ ફરીથી શરૂ થઇ ભારત-ઓસ્ટ્રેલિયા વનડે, 35-35 ઓવરની રમાશે મેચ
ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ જવા છતા રોહિત શર્માએ બનાવ્યો 'મહાકિર્તિમાન', આ સિદ્ધિ મેળવનાર પાંચમો ભારતીય
ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ જવા છતા રોહિત શર્માએ બનાવ્યો 'મહાકિર્તિમાન', આ સિદ્ધિ મેળવનાર પાંચમો ભારતીય
Supreme Court: દિવાળી પર જેલમાં બંધ આ કેદીઓ માટે ગૂડન્યૂઝ, સુપ્રીમ કોર્ટે લીધો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: દિવાળી પર જેલમાં બંધ આ કેદીઓ માટે ગૂડન્યૂઝ, સુપ્રીમ કોર્ટે લીધો ઐતિહાસિક નિર્ણય
Embed widget