હેમંત બિસ્વા હશે આસામના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા
ભાજપ નેતા હેમંત બિસ્વા સરમાને આસામ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે હેમંત બિસ્વા આસામના નવા મુખ્યમંત્રી હશે. આસામ ચૂંટણીમાં ભાજપને સતત બીજી વખત જીત મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં આસામની કમાન સર્બાનંદન સોનોવાલના હાથમાં હતી. આ વખતે રાજ્યની કમાન હેમંત બિસ્વા સરમાને સોંપવામાં આવી છે.

ધારાસભ્ય દળી બેઠકમાં કેંદ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમર અને પાર્ટી મહાસચિવ અરુણ સિંહ કેંદ્રીય પર્યવેક્ષક તરીકે હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થતા કેંદ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમરે કહ્યું આસામ રાજ્ય ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે હેમંત બિસ્વા સરમાના નામની જાહેરાત કરુ છું. ધારાસભ્ય દળની બેઠક શરુ થયા પહેલા સર્બાનંદ સોનોવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ હતું.
અસમની 126 વિધાનસભા સીટોમાંથી ભાજપે આ વખતે 75 સીટો જીતી છે. હેમંત બિસ્વા જલુકબાડી સીટથી સતત પાંચમી વખત જીતી ધારાસભ્ય બન્યા છે. હિમંત બિસ્વાના રાજકીય કરિયરની શરૂઆત 1980થી થઈ, જ્યારે તેઓ છઠ્ઠા ધોરણમાં હતા. તેઓ ઓલ અસમ સ્ટૂડન્ય યુનિયન (AASU) માં જોડાયા હતા. વર્ષ 1981માં AASU પર કાર્યવાહી શરૂ થઈ હતી. આ દરમિયાન હેમંતને અખબારી યાદી અને અન્ય સામાન પહોંચાડવાનું કામ મળ્યુ હતું.
1990ના દાયકામાં કોંગ્રેસમાં સામેલ થયેલા હેમંત બિસ્વાએ પ્રથમવાર ગુવાહાટીના જાકુલબાડીથી 1996માં વિધાનસભા ચૂંટણી લડી અને ભૃગુ કુમાર ફુકાન સામે હારી ગયા. ત્યારબાદ 2001માં આજ સીટ પરથી તેમણે ફુકાનને હરાવ્યા અને ત્યારબાદ સતત અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે.
કોંગ્રેસમાં રહેતા સરમાએ મંત્રીના રૂપમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, યોજના અને વિકાસ, પીડબ્લ્યૂડી અને નાણા જેવા મહત્વના મંત્રાલયો સંભાળ્યા છે. પરંતુ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈ સાથે વિવાદ બાદ તેઓ 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઈ ગયા હતા.