શોધખોળ કરો
Advertisement
એર ઇન્ડિયાના મહિલા પાઈલોટે રચ્યો ઈતિહાસ, 16000 KMની ઉડાન ભરીને....
એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર ધ્રુવમાં ઉડાન ખૂબ જ પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે.
એર ઇન્ડિયાની મહિલા પાયલોટે રચ્યો ઈતિહાસ. આ મહિલા પાયલોટ અમેરિકાના સેન ફ્રેંસિસ્કોથી 16 હજાર કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુમાં બોઈંગ 777 વિમાનનું સફળતાપૂર્વક લેંડિંગ કરાવ્યું. જો કે, આ મુસાફરીની ખાસ વાત એ છે કે, વિશ્વમાં પ્રથમ વખત કોઈ મહિલા પાયલટની ટીમે ઉત્તર ધ્રુવથી પસાર થઈને આટલું લાંબા અંતરની ફ્લાઈટ ઉડાવી હોય.
આ વિમાન આજે સવારે 4 વાગ્યે બેંગલુરુમાં ઉતર્યું હતું. આ મહિલા પાયલટની ટીમનું નેતૃત્વ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી રહી હતી. તેમની સાથે કેપ્ટન પાપાગીરી થાનમઈ, કેપ્ટન આકાંક્ષા અને કેપ્ટન શિવાની પણ વિમાનને ઉડાવી રહી હતી. એર ઈંડિયાએ આ ક્ષણને ગૌરવનું ક્ષણ ગણાવ્યું હતું. ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરીએ પણ આ દિકરીઓની પ્રશંસા કરી હતી.
એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર ધ્રુવમાં ઉડાન ખૂબ જ પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે. તેમણે કહ્યું કે, આ વખતે એર ઈન્ડિયાએ સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધીના ધ્રુવીય માર્ગ પર મુસાફરી કરવા માટે એક મહિલા કેપ્ટનને જવાબદારી સોંપી છે.Air India’s woman power flies high around the world.
All women cockpit crew consisting of Capt Zoya Aggarwal, Capt Papagari Thanmai, Capt Akansha Sonaware & Capt Shivani Manhas will operate the historic inaugural flight between Bengaluru & San Francisco.@airindiain @MoCA_GoI pic.twitter.com/HKT6IYo2Dw — Hardeep Singh Puri (@HardeepSPuri) January 9, 2021
માહિતી માટે જણાવી દઈએ કે આ ફ્લાઇટ રવિવારે સવારે 8.30 કલાકે સાન ફ્રાન્સિસ્કોથી ભારત જવા રવાના થઈ હતી. આજે આજે સવારે 4 કલાકે વાગ્યે બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે.Karnataka: With four women pilots, Air India's longest direct route flight landed at Kempegowda International Airport in Bengaluru from San Francisco, flying over the North Pole and covering a distance of about 16,000 kilometres. pic.twitter.com/KciYlqyDaC
— ANI (@ANI) January 10, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement