(Source: ECI/ABP News/ABP Majha)
Diu : ગૃહમંત્રી અમિત શાહે દિવમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, INS Khukri મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું
25th Western Zonal Council meeting in Diu : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક મળી.
Diu : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવના પ્રવાસે છે. આજે ગૃહમંત્રી અમિત શાહે દિવમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ દિવમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક મળી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, દિવ દમણ અને સેલવાસના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, દિવના સાંસદ લાલુભાઇ પટેલ હાજર રહ્યાં હતા.
પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક
દિવમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક મળી. આ બેઠક અંગે તેમણે લખ્યું કે છેલ્લા 8 વર્ષમાં ઝોનલ કાઉન્સિલની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.અગાઉના સમાન સમયગાળામાં અનુક્રમે 6 અને 8 બેઠકોની સરખામણીમાં 18 ઝોનલ કાઉન્સિલની બેઠકો અને તેમની સંબંધિત સ્થાયી સમિતિઓની 24 બેઠકો યોજાઈ હતી.
આગળ તેમણે લખ્યું કે 25મી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા 30 મુદ્દાઓમાંથી, 27 મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને માત્ર 3 મુદ્દાઓને વધુ ચર્ચા માટે મૂકવામાં આવ્યા હતા. તે સહકારી સંઘવાદની ભાવનામાં રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે મોદી સરકારના સંકલ્પને દર્શાવે છે.
Chaired the 25th Western Zonal Council meeting in Diu.@narendramodi govt believes that strong states make a strong nation and zonal councils provide the platform to discuss the issues affecting one or more states or issues between the centre and states in a structured manner. pic.twitter.com/r8hUKy0ZH1
— Amit Shah (@AmitShah) June 11, 2022
INS Khukri મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું
પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકમાં ભાગ લીધા બાદ સાંજે પદ્મભૂષણ સ્પોટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગૃહમંત્રી અમિત શાહે દીવની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું. દીવમાં કેન્દ્રિય ગૃહમંત્રીની સભા માટે પદ્મભૂષણ કોમ્પ્લેક્સમાં ભવ્ય પંડાલ લગાવવામાં આવ્યો હતો, જેમાં 25 હજારથી વધુ લોકો હાજર રહ્યાં હતા. વિવિધ વિકાસ પરિયોજનાઓ સાથે સેવામુક્ત યુદ્ધજજહાજ આઈએનએસ ખુકરી સંગ્રહાલયનું પણ તેમણે ઉદ્ધાટન કર્યું.