શોધખોળ કરો
અમિત શાહે લોકડાઉન મુદ્દે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને શું કહ્યું ? જાણો વિગત
લોકડાઉન 4 બે દિવસ બાદ એટલે કે 31મેના રોજ પૂરું થઈ રહ્યું છે. માત્ર 2 દિવસ બાકી રહી ગયા છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે લોકડાઉન આગળ વધારવામાં આવશે કે ખત્મ થશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને કારણે દેશભરમાં લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. જોકે લોકડાઉન 4.0 પૂરું થવાને હવે બે દિવસનો સમય બાકી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલીફોન પર વાત કરી. ગૃહમંત્રીએ ટેલીફોન દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉનને લઈને ચર્ચા કરી. સૂત્રો અનુસાર ગૃહમંત્રીએ લોકડાઉન વધારવામાં આવે કે ખત્મ કરવામાં આવે તેને લઈને રાજ્યો સાથે વાત કરી છે. જોકે આ ઉપરાંત કોરોનાને રોકવા વધારે ક્યા પગલા લેવામાં આવે જેવા તમામ મુદ્દાઓ પર મુખ્યમંત્રીઓના સૂચનો માગવામાં આવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન 4 બે દિવસ બાદ એટલે કે 31મેના રોજ પૂરું થઈ રહ્યું છે. માત્ર 2 દિવસ બાકી રહી ગયા છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે લોકડાઉન આગળ વધારવામાં આવશે કે ખત્મ થશે. આ તમામ વિષયોને લઈને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી અને તેમની સાથે કોરોનાની લડાઈમાં આગળની રણનીતિ પર ચર્ચા કરી. મળેલી જાણકારી અનુસાર ગૃહમંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોની સ્થિતિ પર વિસ્તારથી સમીક્ષા કરી. આ ઉપરાંત આગળ શું કરવામાં આવશે તેના પર સૂચનો માગ્યા. સૂત્રો અનુસાર મોટાભાગના મુખ્યમંત્રીઓએ તો આગળનો નિર્ણણ કરવા માટે કેન્દ્ર સરકારને જ કહ્યું છે. ગૃહમંત્રીની વાતચથી એ વાતના પણ સંકેત મળી રહ્યા છે કે, હવે લોકડાઉન આગળ વધશે અથવા સમાપ્ત થશે. આ મદ્દે પ્રધાનમંત્રી મોદીની મુખ્યમંત્રીઓની સાથે થનારી વીસીની સંભાવના પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કહેવાય છે કે, પીએમ મોદીએ જ ગૃહમંત્રી અમિત શાહને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી આગળની રણનીતિ તૈયાર કરવા કહ્યું છે.
વધુ વાંચો





















