શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં રેસ્ટોરન્ટ-હોટલમાં બેસીને જમવાની લોકોને અપાઈ છૂટ, બીજી કઈ કઈ રાહતો કરાઈ જાહેર ?
આ પહેલા સરકારે તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી હતી. ધાર્મિક સ્થળ સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી ખુલી રહ્યા છે.
ચંદીગઢ: પંજાબ સરકાર દ્વારા લોકડાઉનને સંપૂર્ણ રીતે ખોલવા તરફ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારે રેસ્ટોરન્ટને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. ફરી એક વખત રાજ્યમાં લોકો રેસ્ટોરન્ટમાં જમવાની મજા લઈ શકશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રે 8 વાગ્યા સુધી સેવા આપી શકશે. પરંતુ આ દરમિયાન કોરોનાને ફેલાતો અટકાવવા માટેના ઉપાયોનું પાલન કરવું પડશે.
આ પહેલા પંજાબ સરકારે 8 જૂનથી રાજ્યમાં શોપિંગ મોલ્સ, હોટલ, રેસ્ટોરન્સ અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી હતી. પરંતુ આ મજૂરીમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની મંજૂરી નહોતી આપવામાં આવી, પરંતુ સરકારે હવે નવી ગાઈડલાઈન જાહેર કરી તેને મજૂરી આપી દીધી છે. જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને ઘણી રાહત મળી છે.
આ પહેલા સરકારે તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી હતી. ધાર્મિક સ્થળ સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી ખુલી રહ્યા છે. ધાર્મિક સ્થળો પર એક સમયે 20 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. શોપિંગ મોલ્સ પણ ખુલી ગયા છે. અહીં 2 ગજની દૂરીનું પાલન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મોલ્સમાં બનેલા રેસ્ટોરન્ટમાં જમવાની મંજૂરી નહોતી, લોકોને માત્ર હોમ ડિલીવરીની સુવિધા મળતી હતી, પરંતુ સરકારે હવે ગાઈડલાઈન જાહેર કરી છે જેના કારણે લોકો રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion