VIDEO: હરિયાણાના પંચકૂલામાં જગુઆર ફાઈટર જેટ ક્રેશ, પ્રશિક્ષણ ઉડાન દરમિયાન દુર્ઘટના
હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો.

હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્ટના નિવેદન અનુસાર, ફાઇટર જેટે અંબાલા એરબેઝથી ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. ફાઈટર જેટ પંચકુલાના પહાડી વિસ્તાર મોરનીના બાલદવાલા ગામ પાસે પડ્યું હતું. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાઈટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
એરફોર્સે નિવેદનમાં શું કહ્યું ?
ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામીને કારણે ફાઇટર જેટ ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામીને કારણે ફાઇટર જેટ ક્રેશ થયું હતું. પાયલોટે સુરક્ષિત રીતે બહાર નીકળતા પહેલા વિમાનને જમીન પરના કોઈપણ વસવાટથી દૂર લઈ લીધું હતું.
Panchkula, Haryana: A fighter jet crashed near Baldwala village in the Morni Hills area, causing panic among locals. The pilot ejected safely using a parachute. Local police reached the spot after receiving the information pic.twitter.com/Zb0iWXzqGB
— IANS (@ians_india) March 7, 2025
જગુઆર ફાઈટર જેટ વિશે
ભારતીય વાયુસેનામાં જગુઆર ફાઈટર જેટને 'શમશીર' નામ આપવામાં આવ્યું છે. તેને 1979માં એરફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું અને આજે પણ તેનો સમાવેશ થાય છે. લાંબા સમય બાદ આ આઉટડેટેડ એરક્રાફ્ટને ધીરે ધીરે અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. તેની ઝડપ Mach 1.05 (1350 કિમી પ્રતિ કલાક) છે. તે ખરબચડી સપાટી પર પણ ઊતરવાની ક્ષમતા ધરાવે છે.
વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, "ભારતીય વાયુસેનાના જગુઆર વિમાનના ક્રેશનું કારણ સિસ્ટમમાં ખામી હતી." વાયુસેનાએ આ ઘટનાની સત્યતા જાણવા માટે તપાસના આદેશ આપ્યા છે.
A Jaguar aircraft of the IAF crashed at Ambala, during a routine training sortie today, after encountering system malfunction. The pilot maneuvered the aircraft away from any habitation on ground, before ejecting safely.
— Indian Air Force (@IAF_MCC) March 7, 2025
An inquiry has been ordered by the IAF, to ascertain the…
તપાસના આદેશ
ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે એરફોર્સ દ્વારા સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપવામાં આવે છે અને આગળની કાર્યવાહી માટે તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.





















