શોધખોળ કરો

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

17 થી 23 ઓગસ્ટ સુધી ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે, જાણો તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગ: 17 થી 23 ઓગસ્ટ સુધી દેશમાં ભારે વરસાદ.
  • ઉત્તર, મધ્ય ભારતમાં 17-23 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ.
  • પૂર્વ, પૂર્વોત્તર રાજ્યોમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદ થશે.
  • પશ્ચિમ ભારતમાં, ગુજરાતમાં 17 ઓગસ્ટે ભારે વરસાદ રહેશે.

IMD Heavy Rain Alert: આગામી સાત દિવસ સુધી દેશભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 17 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ, પૂર્વોત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વરસાદની સાથે-સાથે તોફાની પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ પૂરેપૂરી શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ઉત્તર અને પહાડી રાજ્યોમાં વરસાદનો માહોલ

ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં 17 થી 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ પડશે. ખાસ કરીને હિમાચલમાં 17 અને 19 થી 21 ઓગસ્ટ વચ્ચે, જ્યારે ઉત્તરાખંડમાં 18 થી 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાનું એલર્ટ છે. આ ઉપરાંત, પંજાબમાં 18 ઓગસ્ટે અને હરિયાણા, ચંદીગઢ તેમજ દિલ્હીમાં 18, 21 અને 22 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગોમાં 17, 21 અને 22 ઓગસ્ટે તેમજ પૂર્વ યુપીમાં 17 થી 23 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે.

મધ્ય ભારતમાં કેવું રહેશે હવામાન?

મધ્ય ભારત તરફ નજર કરીએ તો, પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશના વિસ્તારોમાં 17 થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં 17, 18 અને 21 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા છે. પાડોશી રાજ્ય છત્તીસગઢમાં 17 થી 19 અને 22-23 ઓગસ્ટના રોજ સારો વરસાદ પડશે, જ્યારે વચ્ચે 20 અને 21 તારીખે અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં મેઘમહેર

પૂર્વ ભારતમાં આંદામાન-નિકોબાર ટાપુઓ, ગંગાના પટ્ટાવાળા પશ્ચિમ બંગાળ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 17 થી 23 ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદની સંભાવના છે. ઝારખંડ અને બિહારમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન, જ્યારે ઓડિશામાં 17 થી 20 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. અરુણાચલ પ્રદેશમાં 17 થી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 17 થી 23 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે, જેમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ

છેલ્લે પશ્ચિમ ભારતની વાત કરીએ તો, કોંકણ અને ગોવામાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 17 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 18 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ જ સમયગાળામાં (17 થી 23 ઓગસ્ટ) મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અલગ-અલગ સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Frequently Asked Questions

હવામાન વિભાગે કેટલા દિવસ સુધી દેશભરમાં ભારે વરસાદની આગાહી કરી છે?

હવામાન વિભાગે 17 થી 23 ઓગસ્ટ સુધી, એટલે કે સાત દિવસ માટે દેશભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન તોફાની પવન અને વીજળી પડવાની પણ શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેશે?

ગુજરાતમાં 17 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 18 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

ભારે વરસાદ અને વાવાઝોડા દરમિયાન લોકોને શું સાવચેતી રાખવા જણાવાયું છે?

ભારે વરસાદની સાથે તોફાની પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ઉત્તર ભારતના કયા પહાડી રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે અને કયા સમયગાળા માટે?

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે. હિમાચલમાં 17, 19-21 ઓગસ્ટ અને ઉત્તરાખંડમાં 18-23 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.

ટોપ સ્ટોરી

અનંત અંબાણી મુથરામાં ગોવર્ધન ઘામ પહોચ્યાં, ખુલ્લા પગે કરી પરિક્રમા, ધાર્મિક યાત્રા માટે દાદા-દાદીને આપ્યો શ્રેય
અનંત અંબાણી મુથરામાં ગોવર્ધન ઘામ પહોચ્યાં, ખુલ્લા પગે કરી પરિક્રમા, ધાર્મિક યાત્રા માટે દાદા-દાદીને આપ્યો શ્રેય
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Vadodara: રેગિંગકાંડનો મોટો ખુલાસો! વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આજે એન્ટી રેગિંગ કમિટીની બેઠક
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
Crime News: પાનના ગલ્લે સામાન્ય બોલચાલમાં રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા
ભાવનગરમાં પથુભા ગોહિલના મોત મામલે ત્રીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો, પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર સાથે વિરોધ
પથુભા ગોહિલના મોત મામલે ત્રીજા દિવસે પણ પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો, પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર સાથે વિરોધ
Embed widget