શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી; પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને કેટલાક જિલ્લાઓમાં પૂરનું એલર્ટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 18 ઓગસ્ટે 25 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.
  • તોફાની પવન, વીજળી અને ભૂસ્ખલનનો પણ ભય.
  • યુપી, બિહાર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો પ્રભાવિત થશે.
  • પશ્ચિમ બંગાળમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ.

India weather forecast tomorrow: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશભરના હવામાનને લઈને ફરી એકવાર ગંભીર ચેતવણી જારી કરી છે. ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી હાલમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે. IMD ના નવા અપડેટ મુજબ, આવતીકાલે એટલે કે 18 ઓગસ્ટના રોજ દિલ્હીથી શરૂ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આશંકા છે. આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની પણ ચેતવણી અપાઈ છે.

આ 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

આવતીકાલે દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યો મુજબ હવામાનની વિગતવાર માહિતી:

દિલ્હી (હળવા વરસાદની ચેતવણી)

દિલ્હીમાં 18 ઓગસ્ટે સવારના સમયે હળવો વરસાદ પડી શકે છે. થોડા સમયના વરસાદ બાદ વાદળો છવાયેલા રહેશે. બપોરે ફરી વરસાદની ઝાપટાં પડી શકે છે, પરંતુ સાંજ સુધીમાં આકાશ સાફ થઈ જવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ (ગાજવીજ સાથે ભારે વરસાદ)

યુપીના ગૌતમ બુદ્ધ નગર, અયોધ્યા, આગ્રા, અલીગઢ, ગોરખપુર, કાનપુર, ઝાંસી સહિતના ડઝનબંધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે. રાજધાની લખનૌમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. અહીં પવનની ઝડપ 20 kmph સુધી રહી શકે છે.

બિહાર (વાવાઝોડા સાથે વરસાદ)

બિહારના પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, ગયા અને દરભંગા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 50 kmph ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાન (હળવોથી ભારે વરસાદ)

રાજસ્થાનના ફલોદી, ચુરુ, અજમેર, ભીલવાડા જેવા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 45 થી 50 kmph રહી શકે છે. જોકે, રાજધાની જયપુરમાં વરસાદની શક્યતા નહિવત્ છે.

મધ્યપ્રદેશ (14 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ)

પૂર્વ મધ્યપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી છે. જબલપુર, સાગર, કટની સહિતના 14 જિલ્લાઓના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભોપાલમાં પણ વરસાદનું એલર્ટ છે.

આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ (તોફાન અને ભૂસ્ખલનની ચેતવણી)

ઉત્તરાખંડના નૈનિતાલ, હરિદ્વાર, ઋષિકેશ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી છે. જ્યારે હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કાંગડા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. પહાડી વિસ્તારો હોવાથી અહી ભૂસ્ખલનનો ખતરો છે.

છત્તીસગઢ અને ઝારખંડ

છત્તીસગઢના બિલાસપુર અને કોરબા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું એલર્ટ છે. જ્યારે ઝારખંડના રાંચી, ધનબાદ સહિતના વિસ્તારોમાં 55 kmph ની ઝડપે ધૂળની ડમરીઓ અને તોફાન આવવાની ચેતવણી છે.

પશ્ચિમ બંગાળ (માછીમારો માટે ચેતવણી)

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાને કારણે હાવડા, પૂર્વ મિદનાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 kmph ની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયામાં ન જવાની અને ખેડૂતોને પાક સાચવવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Frequently Asked Questions

ભારતીય હવામાન વિભાગે 18 ઓગસ્ટ માટે કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે?

IMD એ આવતીકાલે 18 ઓગસ્ટના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.

કયા રાજ્યોમાં ભૂસ્ખલનનો ખતરો છે?

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તોફાનને કારણે ભૂસ્ખલનનો ખતરો છે. નૈનિતાલ, હરિદ્વાર, શિમલા, મંડી જેવા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં માછીમારો અને ખેડૂતો માટે શું ખાસ સલાહ આપવામાં આવી છે?

પશ્ચિમ બંગાળમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયામાં ન જવાની અને ખેડૂતોને પાક સાચવવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

મધ્યપ્રદેશના કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે?

પૂર્વ મધ્યપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી છે. જબલપુર, સાગર, કટની સહિતના 14 જિલ્લાઓના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભોપાલમાં પણ વરસાદનું એલર્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget